Back

મુંદરા ના સાડાઉ ગામ ની પ્રા.પં. ગ્રુપ શાળા માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો.

 આજ રોજ મુંદરા ના સાડાઉ ગામ ની પ્રા. પં. ગ્રુપ શાળા માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ  યોજાયો.

તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર બારીઆ સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાડીયાના મેડિકલ ઓફિસર ડૉ. રીતુ પરમારના માર્ગદર્શન હેઠળ  સાડાઉ ગામની પ્રા.પં. ગ્રુપ શાળા ખાતે કિશોર/કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા દ્વારા કિશોર-કિશોરીઓને શારિરિક અને માનસિક સ્વાસ્થ્ય વિષે માર્ગદર્શન પુરુ પડવામાં આવ્યું. જેમાં સ્વાસ્થ્ય એટલે માત્ર શરીરનું સ્વસ્થ હોવું એટલું પૂરતું નથી પણ સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતાની અવસ્થા. આ ઉપરાંત તેમણે ચિંતા એટલે શું?, ચિંતાના જુદા-જુદા સ્તરો જેવા કે નહિવત ચિંતા, સામાન્ય ચિંતા અને અતિ ચિંતા વિશે ચિંતાના પ્રકારો જેવા કે સામાન્ય ચિંતા, સામાજિક ચિંતા, સ્પેસિફિક ફોબિઆ અને પેનિક ડિસઓર્ડર વિશે, ચિંતા થવાના કારણો વિશે અને તેમના ઉપચાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત તેમણે તરુણાવસ્થા, હતાશા અને આત્મહત્યાના સંગમ વિશે કિશોર-કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં હતાશા એટલે શું?, તરુણાવસ્થામાં જોવા મળતી હતાશા અને આત્મહત્યા વિશે, હતાશા થવાના કારણો અને હતાશાના ઉપચાર વિશે તેમજ શારીરિક અને માનસિક તંદુરસ્તી મેળવવા માટે યોગ્ય જીવનશૈલી અને જીવન કૌશલ્ય વિકસાવવા માટે કિશોર-કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ સુપર વાઇઝર વી.ડી.ઠક્કર દ્વારા કિશોર કિશોરી ને વાહક જન્ય રોગો અને પાણી જન્ય રોગો વિશે માર્ગદર્શન સાથે બચાવ ના ઉપાય વિશે સમજ આપી હતી ત્યારબાદ મન ની શાંતિ માટે સપ્તધારા અંતર્ગત મેડિટેશન કરાવવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને સ્ટાફ સહયોગી રહ્યા હતા.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..