Back

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેંચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી.


બિમલ માંકડ - 78746 35092

વાત્સલ્ય ન્યુઝ  બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ - ગૌતમ બુચીયા


મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેંચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી.

 એલ.સી.બી. ને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે, અંબીકા પેટ્રોલપંપ ગાંધીધામથી ડીઝલ ભરેલ ટેન્કર માંથી પ્રાગપરથી અદાણી પોર્ટ તરફ જતા નાના કપાયા ગામના રોડની બાજુમાં આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝનામની ઓફીસના દીવાલ બંધ ગ્રાઉન્ડમાં ખાલી ટેન્કર રાખેલ હોય તે જગ્યાએ ડીઝલ ભરેલુ ટેન્કર લાવી ટેન્કરમાં મોટર વળે બાયો ડીઝલ એક ટેન્કરમાંથી બીજા ટેન્કટરમાં ગેરકાયદેસર રીતે ભરી ગેરકાયદેસર રીતે વેંચાણ ની બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે રેઇડ કરતા બે ઇસમો ૧,લક્ષ્મણ ગેલાભાઇ રાજગોર, રહે.આદીપુર, તા.ગાંધીધામ તથા ર,લાલબાબુ સ/ઓ રામજતન રાય, રહે.હાલે નાના કપાયા, આશાપુરા સોસાયટી, તા.મુંદરાવાળા મળી આવેલ જેઓ બંન્ને ટેન્કર ચાલક અંબીકા પેટ્રોલપંપના માલીક ચીરાગભાઇ અગ્રવાલના કબ્જાના ટેન્કરો નં.GJ-12-Y-6923 તથા GJ-03-V-9690 વાળામાંથી જનરેટર ઇલેકટ્રીક મોટર વિગેરે સાધનોની મદદથી બાયો ડીઝલ એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ભરી વેંચાણ કરતા હોય જે સબંધે બાયો ડીઝલ નિયત જગ્યાએ નહી મોકલી ચોરી-છળકપટથી મેળવી આધાર પુરાવા વગર વેંચાણ કરતા મળી આવતા બંન્ને ઇસમોના કબ્જામાંથી નીચે મુજબનો મુદામાલ સી.આર.પી.સી. કલમ - ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ.ટેન્કર રજી નં.GJ-12-Y-6923, કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-ટેન્કર રજી નં.GJ-12-Y-6923, માં ભરેલ બાયો ડીઝલ લી.૩૦૦૦, કિ.રૂા.૧,૮૯,૦૦૦/- ટેન્કર રજી નં.GJ-03-V-9690, કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-ટેન્કર રજી નં. GJ-03-V-9690, માં ભરેલ બાયો ડીઝલ લી.૭૦૦૦, કિ.રૂા.૪,૪૧,૦૦૦/-બાયો ડીઝલ ભરવા ઉપયોગમાં લીધેલ જનરેટર તથા ચાલીસ મીટર વાયર, કિ.રૂા.૪૫,૦૦૦/-ઇલેકટ્રીક મોટર, કિ.રૂા.૫,૦૦૦/- પ્લાસ્ટીકનુ પાઇપ આશરે ર૦ ફુટ, કિ.રૂા.૧,૦૦૦/-એમ કુલે કિ.રૂા.૨૬,૮૧,૦૦૦/- નો મુદામાલ ઉપરોકત બંન્ને સામાવાળાઓએ ચોરી છળ કપટથી મેળવી એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં સાધનો વળે ખાલી કરી છુટક વેંચાણ કરતા આધાર પુરાવા વગર મળી આવતા બંન્નેને સી.આર.પી.સી. કલમ - ૪૧(૧)(ડી) મુજબ ધરપકડ કરી મુંદરા પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..