Back

વીજ કંપનીએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને કાયદાને ભુલીને તંત્ર પાણી માં બેઠું છે

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ગૌતમ બુચીયા


મુન્દ્રા તાલુકાના હટડી આસપાસના ગામોમાં વીજ કંપનીએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને કાયદાને ભુલીને તંત્ર બેઠું પાણી માં


મુન્દ્રા તાલુકાના હટડી અને આસપાસના ગામોમાં રીન્યુ પાવર એનર્જી દ્વારા પવનચક્કી ઉભી કરવામાં આવેલ છે આ પવનચક્કી દ્વારા જે પણ વીજળી ઉત્પાદન થશે તે પસાર કરવા માટે વિજલાઈન ઉભી કરવામાં આવી છે આ પવનચક્કી માટેની પરવાનગી કલેકટર પાસેથી લેવામાં આવે છે પરંતુ વીજલાઈન ૧૧ કેવી થી વધારેની પસાર કરવી હોય ત્યારે વીજ લાઈન પસાર કરવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી લેવાની થતી હોય છે પરંતુ આ કંપની દ્વારા હટડી અને આસપાસના ગામોમાંથી ૩૩ કેવી અને ૬૬ કેવી વીજ લાઈન પસાર કરવામાં આવી છે જેની  સરકારી વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કોઈ પરવાનગી લેવામાં આવેલ નથી તેમજ ખેડૂતોને ૧.૨૫ લાખ જેટલું વળતર ચૂકવવાનું હોય છે પણ કંપની દ્વારા અણછાજતું વર્તન કરીને ખેડૂતોને ફક્ત ૧૦ કે ૧૫ હજાર જેવું નજેવું વળતર ચુકવવામાં આવેલ છે તદઉપરાંત આ વિજલાઈન નદીના તટમાં ૪૦ થી વધુ વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે ત્યારે સુપ્રિમ કોર્ટે પાણીના સ્ત્રોતની બાજુમાં આવા બાંધકામ કરવા નહીં તેવી ગાઈડલાઈન હોવા છતાં અને નેશનલ ગ્રીન ટબ્યુનલે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનને લઈને વારંવાર સરકારના વિભાગોને ધ્યાનદોરવા છતાં નિયમો વિરુદ્ધ કામ કરીને ગાઈડલાઈનનો ભંગ કરાયું છે  છતાં તંત્ર હંમેશાની જેમ પાણીમાં જ બેઠું છે વીજ કંપની દ્વારા સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન ભંગ થયેલ છે તેને લઈને ગત તા.૩/૮/૨૦૧૯ના રોજ કંપનીને લેખિતમાં  અરજી આપીને કંપનીનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં કામ ચાલુ રાખાયું આ બાબતે પણ તંત્રને જાણ કરાઈ પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા અંતે આ વીજ લાઈન નદીમાંથી કાઢીને બીજેથી પસાર કરવામાં આવે તેવી રજુઆત કચ્છ કલેક્ટરને તા. ૯/૯/૨૦૧૯ના રોજ હટડીના જાગૃત નાગરિક જાડેજા જયપાલસિંહ દ્વારા કરવામાં આવી છે જયપાલસિંહે સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય ટેલિગ્રાફ એકટ, ૧૮૮૨ની કલમ ૧૩ પ્રમાણે આ વિજલાઈન ખસેડવાની કે દૂર કરવાની કલેકટર પાસે સંપૂર્ણ સતા છે ત્યારે કલેકટર કંપની પર જે કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું અને જો કલેકટર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહિં આવે તો  આ વિજલાઈન બાબતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (પર્યાવરણ કોર્ટ)માં કંપની અને સરકારી તંત્ર વિરુદ્ધ કેસ કરવાની ફરજ પડશે અને કંપની દ્વારા જે કાયદા વિરુદ્ધ જઈને મનસ્વી રીતે થયેલ કામને લોકહિત માટે લડત કરવાની જરૂર પડશે તો લડત પણ કરવા સહિતની તૈયારી દર્શાવી છે.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..