Back

મુન્દ્રા તાલુકાના ૧૦૫ શિક્ષકોને પર્યાવરણના નવા પાઠ્ય પુસ્તકથી અવગત કરાયા

પ્રકાશ ઠક્કર દ્વારા...

પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો વધુ સક્ષમ બને તે માટે મુન્દ્રાના બી. આર. સી. ભવન ખાતે બે તબ્બકામાં બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન. સી. ઇ. આર. ટી. ના અભ્યાસક્રમ મુજબ ધોરણ ૪ માં નવા આવેલા ગુજરાતી માધ્યમના પર્યાવરણ પુસ્તકની તાલીમમાં તાલુકાભરના ૧૦૫ પ્રાથમિક શિક્ષકોને સમજણ આપવામાં આવી હતી. 

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તેમજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત આ તાલીમનું આયોજન તાલુકાના  બી.આર.સી. કો. ઓર્ડીનેટર ડૉ .મોહનલાલ પરમારના માર્ગદર્શન હેઠળ સંચાલન સી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરતભાઈ મકવાણા, જયંતીભાઈ મરંડ તથા સમીરભાઈ ચાંદરણાં દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમના તજજ્ઞ તરીકે  સોનલબેન પરમારચિરાગ પટેલમનીષ મોટકા, અનિતાબેન વૈષ્ણવ તથા  ભાગ્યશ્રીબેન સુતરીયએ સેવા આપી હતી. રજીસ્ટ્રેશન કિરણબેન પટેલ અને રેણુકાબેન પરમારે સંભાળ્યું હતું. જ્યારે પ્રાર્થનાનું સંચાલન નયનભાઈ મોરીએ કર્યું હતું.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..