Back

પશ્ચિમ કચ્છ એલસીબી એ અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતા શખ્સને ચાર બાઇક સાથે ઝડપી પાડ્યો



બિમલ માંકડ 78746 35092


વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટર: ગૌતમ બુચીયા



પશ્ચિમ કચ્છ એલસીબી એ અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતા શખ્સને ચાર બાઇક સાથે ઝડપી પાડ્યો



ભુજ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.ઔસુરા તેમજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ભુજપુર ખાતે રહેતો કનૈયા ઉર્ફે અઠો ધનરાજભાઇ ગઢવી જે અગાઉ બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ હતો. તે એક શંકાસ્પદ બાઈ લઇને નાના કપાયા થી શકિતનગર તરફ આવે છે, ત્યારે બાતમીના આધારે વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ આવતા આ બાઈકથી આવતા તેને અટકાવી શખ્સનું નામ પુછતા પોતે પોતાનું નામ કનૈયા ઉર્ફે (અઠો) ધનરાજ જાતે મંધરીયા (ગઢવી), ઉ.વ.૩૩, રહે.ભકિતધામ સોસાયટી, હનુમાનજીના મંદિરની બાજુમાં, ભુજપુર, મુળ રહે.પાંચોટીયા, તાલુકો માંડવી નો હોવાનું જણાવ્યું હતું આ શખ્સના કબ્જાની બાઇકના આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ, ત્યારે આ ઇસમની ઘનિષ્ઠ પુછ પરછ કરતા આ મોટર સાયકલ ચોરીનુ હોવાનુ કબુલાત કરેલ આ સીવાય અન્ય ૩  જેટલી મોટર સાયકલ મળી કુલ્લ-૪ મોટર સાયકલ મુંદરા અને આદિપુર શહરેના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરી વેંચી દિધેલ હોવાનું કબુલાત કરતા ચારેય મોટર સાયકલ કબ્જે કરી કિંમત રૂા.૬૦,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ - ૧૦૨ મુજબ કબ્જે કરી આ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)(ડી) મુજબ ધરપકડ કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં એલસીબી સ્ટાફના કર્મચારીઓ સાથે રહ્યાં હતાં.


મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..