Back

મુન્દ્રામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

પ્રકાશ ઠક્કર દ્વારા... 

મુન્દ્રાના શાસ્ત્રી મેદાનમાં યોજાયેલ પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ્રાધ્યાપક ડો. કેશુભાઈ મોરસાણીયા દ્વારા ભાવવાહી શૈલીમાં શાળાના બાળકોને તથા લોકોને યોગ કરાવવામાં આવ્યા હતા. ગામના સરપંચ ધર્મેન્દ્ર જેસરએ લોકોએ દરરોજ યોગ કરવાની હિમાયત કરી હતી. જયારે પ્રાંત અધિકારી ડો. અવિનાશ વસ્તાણીએ વ્યક્તિના શારીરિક માનસિક સ્વાસ્થ્યને ચુસ્તી સ્ફુર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોથી યુવા વર્ગમાં જોવા મળતી હૃદયરોગની બીમારીઓ દુર થઇ શકે તે અંગે જનજાગૃતિ લાવીને આ વર્ષની થીમ વિષય વસ્તુ યોગ ફોર હાર્ટ કેરની વાત કરીને બાળકોને નિતમિત કસરત કરવાની સલાહ આપી હતી. તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા મેડિકલ ટીમ રાખવામાં આવેલ હતી.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..