Back

બાલાસિનોર નગરપાલિકા તથા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાય

 150 મી ગાંધીજયંતી નિમિત્તે મહિસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા તથા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ સ્વચ્છતા અભિયાન નાટક અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન હાઈસ્કૂલ નાં વિદ્યાર્થી અને લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ સેવક ડોક્ટર વિમલ પટેલ તથા લાયન્સ ક્લબના સભ્યો હાજર રહીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નગરપાલિકા થી લઈને નિશાળ ચોક સુધી ગઈ હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવ્યુ હતું અને શાકભાજી નાં વેપારીઓને પ્લાસ્ટિક મુક્ત ની માહિતી પણ આપી હતી તથા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ રિયાજ શેખ તથા સ્ટાફ તથા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..