Back

ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED)-ગાંધીનગર દ્વારા ઉદ્યોગ સાહસિકતા ની બાલાસિનોર ખાતે તાલીમ અપાઈ

 બાલાસિનોરમાં એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ઉદ્યોગ સાહસિક બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગ વિકાસ સંસ્થાન ગાંધીનગર દ્વારા 15 દિવસ દરમિયાન જુદા જુદા તજજ્ઞો દ્વારા સફળ ઉદ્યોગકાર બનવા માંગતા  30 વિદ્યાર્થીઓને  તાલીમ આપવામાં આવી હતી જેમાં જુદા જુદા કૌશલ્યો સાથે બિઝનેસ શરૂ કરતા આવનાર પડકારો  તેમજ પ્રશ્નોનું નિવારણ તેમજ તેની સમજૂતીઓની  માહિતી આપવામાં આવી હતી જેમાં  DIC અધિકારી શ્રી રશ્મિક રાજન દ્વારા  ઉદ્યોગ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મળતી લોન અને સહાય ની યોજનાઓની વિસ્તૃત માહિતી આપતાં CED ના આવા  વર્ગો  ચલાવવાની જરૂરિયાત બતાવી પ્રસંશા કરતા સંસ્થાને અને તાલીમાર્થીઓને જરૂર હોય ત્યાં સપોર્ટ કરવાની વાત કરી હતી   આ સંદર્ભે એકતા ટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રિયાઝ હુસેને  જણાવ્યું હતું કે ભવિષ્યમાં સીઈડી દ્વારા આવા કાર્યક્રમો જિલ્લામાં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ છે તેમ જણાવી સીઈડી ના પ્રોજેક્ટ લીડર્સ અને જિલ્લા કોડિનેટર રજનીકાંત શ્રીમાળીનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..