Back

બાલાશિનોરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ

૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ માન્ય શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અને ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે  તથા  ૩૭૦ ની કલમ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણય બદલ તેમના જન્મદિન સુધી  ગુજરાત માં ૩૭૦ નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે  જેના  ભાગરૂપે બાલાશિનોરમાં બી.જે.પી. ડોક્ટર સેલ તથા બાલાશિનોર બી.જે.પી. સંગ‍ઠન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું .તેમાં દર્દીઓ ને ચેક કરી દવાઓ મફત આપવામાં આવી.જેમા ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા ચેરમેન શ્રી રાજેશભાઈ પાઠક , બાલાશિનોર શહેર સંગઠન મહામંત્રી જયકુમાર ત્રિવેદી બાલાસિનોર નગરપાલિકા ઉપપ્રમુખ મફતભાઇ કાઉન્સિલરો - હીરાભાઇ પટેલીયા,પિનલ સોની ,રાજુભાઇ ઓડ  ,કેયુર પટેલ જયેશભાઇ ,તથા ભૂપેન્દ્રભાઇ  ચૌહાણ,તથા અનિય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..