Back

૧૦મી સપ્ટેમ્બર સુધીમાં માંદા ઔદ્યોગીક એકમોના પુનર્વસન યોજના માટે અરજી કરી શકાશે

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા વાયેબલ માંદા ઓૈદ્યોગીક એકમોના પુનર્વસન માટેની વાયેબલ માંદા ઉદ્યોગિક એકમોના પુનર્વસનની યોજના તારીખ ૧૧/૦૯/૨૦૧૭ થી અમલમાં મુકવામાં આવી છે. જે યોજના નો સમયગાળો તા.૧૦-૦૯-૨૦૧૯ ના રોજ પૂર્ણ થતો હોય માદા ઔદ્યોગિક એકમોને પુનર્વસન કરવા માટે વિવિધ લાભો , રાહતો લેવા માટે અરજી કરવાની રહેશે. જેમાં સરકાર શ્રી ના બાકી લેણા અંગેની પતાવટ યોજના તેમજ ભરેલ વિજકર (ઈલેક્ટ્રીક સીટી ડ્યુટી) ની પરત ચુકવણી ત્રણથી પાંચ વર્ષના સમયગાળા માટે ૧૦૦ ટકા, ૭૫ ટકા અને ૫૦ ટકા અને વધારાના મૂડીરોકાણ માટે પ્રોત્સાહન તથા સ્વ ઉપયોગ માટે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે મૂડીરોકાણ પર પ્રોત્સાહન, રાજય સરકારશ્રીની અગાઉની પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર વેચાણવેરા ના લાભો વપરાયેલા રહેલ હોય તો તે વાપરવા, ઓપ એક્સેસ મારફતે વીજળી પુરવઠા માટે આવા માંદા એકમો જો કોઈ નવા પ્રમોટર્સ -મેનેજમેન્ટ હસ્તગત કરે તો તેને પણ સદરહું ઠરાવ હેઠળ લાભો-રાહત મળવાપાત્ર છે.

ાંદા ઔદ્યોગીક એકમો પાત્રતા ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે જેમાં સૂક્ષ્મ, લઘુ, મધ્યમ અધિનિયમ હેઠળ EM Part 2 ઉદ્યોગ આધાર તથા મોટા એકમો SAI રજીસ્ટ્રેશન અથવા કોઈપણ વાનો સંક્ષમ સત્તા  દ્વારા નોંધાયેલો હોય આગળના નાણાકીય વર્ષની તુલના નેટવર્થમાં ૫૦ ટકા કરતા વધુ ધસારો, ઓછામાં ઓછું બે વર્ષ ઉત્પાદન કરેલ હોય,

વાયેબલ માંદા ઔદ્યોગીક એકમો બે વર્ષની સમય મર્યાદામાં તારીખ-૧૦-૦૯-૨૦૧૯ સુધીમાં અરજી કરી શકે છે. ઉપરોક્ત વાયેબલ માંદા ઔદ્યોગિક એકમો યોજનાનો લાભ મેળવવા માટે અને વધુ જાણકારી માટે વેબસાઈટ www.ic.gujarat.gov.in  અથવા ઉદ્યોગ કમીશ્નરશ્રીની કચેરી અથવા સંબંધિત જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા મહિસાગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

 

 

લુણાવાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..