Back

લુણાવાડા ખાતે આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી સંદર્ભે વર્કશોપ યોજાયો

આર્થિક યોજના અને આંકડાશાસ્ત્રના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ ભારતના મહાન વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી પ્રશાંતચંદ્ર મહાલનોબિસીની યાદમાં ભારત સરકાર તેઓના જન્મદિવસ ૨૯મી જૂનને વર્ષ ૨૦૦૬થી રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. દિવસની ઉજવણી નો મુખ્ય ઉદ્દેશ સામાજિક આર્થિક આયોજન અને નીતિઓ ગઢવી તથા પી.સી.મહાલનોબિસ ની ભૂમિકા વિશે જાણકારી મળે યુવાનો જાગૃત થાય અને પ્રેરણા મળે તે ઉદ્દેશથી આંકડાશાસ્ત્ર દિવસ ની ઉજવણી નિવાસી અધિક કલેકટર આર.આર.ઠક્કર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદનના સભાખંડમાં લુણાવાડા મહીસાગર ખાતે યોજાઇ હતી.

નિવાસી અધિક કલેકટર ઠક્કરે જણાવ્યું હતું કે, ભારતના મહાન વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની જન્મ તિથિને આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય ભારત સરકાર દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તેઓનો અમૂલ્ય યોગદાન અંગે નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢીમાં જાગૃતતા આવે તે ખૂબ જરૂરી છે વધુમાં ઉમેર્યું હતું કે દર વર્ષે દેશની તત્કાલીન અગત્યની બાબતોને ધ્યાને લઇ ચોક્કસ થીમ પસંદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯ માં યોજાનારા ૧૩માં સ્ટેટેસ્ટીક થીમ ડેવલપમેન્ટ ગોલ નક્કી કરવામાં આવે છે. જેથી જિલ્લાના તમામ અધિકારીઓને વર્કશોપ ના માધ્યમથી સામાન્ય, આર્થિક, આયોજન વિશે જાણકારી મળી રહેશે.

વર્કશોપમાં જીલ્લા આયોજન અધિકારી ચૌહાણ તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

લુણાવાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..