Back

મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

સ્વ-રોજગારી હેતુ માટે દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના માટે મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

મહીસાગર જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા ૧૨ દુધાળા પશુઓ ની ડેરી યુનિટ સ્થાપના યોજનાને સફળ બનાવવા માટે જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર આર.બી. બારડના અધ્યક્ષ સ્થાને તા.૦૪/૦૭/૨૦૧૯ના રોજ બેઠક યોજાઇ હતી 

બેઠક વધુ માં વધુ લાભાર્થીઓ ને લાભ મળે તે માટે કલેક્ટર બારડે તમામ સબંધિત અમલીકરણ અધિકારીઓ તથા બેંક મેનેજરો ને સુચનો કર્યા હતા યોજના અંતર્ગત સ્વ - રોજગારી હેતુ માટે ૧૨ દુધાળા પશુઓ નું ડેરી યુનિટ સ્થાપના યોજના માટે વર્ષ ૨૦૧૮-૧૯ માટે જીલ્લા પંચાયત મહીસાગર તથા સબંધિત દૂધ સંઘો મારફતે ૧૪૦ યુનિટ ના લક્ષ્યાંક સામે ૨૦૪ અરજી મંજુર કરવામાં આવી. તે પૈકી ૧૪૩ અરજીઓ માટે સહાયની રકમ ચુકવવામાં આવેલ હતી

ઉપરાંત બાકી રહેલ અરજીઓ માટે જે લાભાર્થીઓને બેંક લોનની રકમનું ધિરાણન થયેલ હોઈ તેવા તમામ લાભાર્થીઓ ને બેંક અધિકારી સાથે સ્થાનિક પશુધન નિરીક્ષક સાથે રહી સ્થળ તપાસ કરી પશુપાલકને સત્વરે લાભ મળે તે માટે કલેકટરએ સુચના આપી હતી તેમજ યોજનાનો પશુપાલકોને મહત્તમ લાભ મળે તે માટે પશુપાલન ખાતું, દૂધ સંઘો તથા બેંકો ધ્વારા મહત્તમ પ્રયાર-પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.

યોજનાની બાકી રહેલ અરજીઓ માટે વ્યક્તિગત બેંક મેનેજરોની સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯-૨૦ માટે પંચમહાલ ડેરી ગોધરા દ્વારા પંચમહાલ ડી.કો-ઓપરેટીવ બેંકને વધુમાં વધુ અરજીઓ મંજુર કરવા બેંક મેનેજરને સૂચન કર્યું હતુ. તેમજ બેઠકમાં નોડલ ઓફિસર પંચામૃત ડેરી ગોધરા, નોડલ ઓફિસર અમુલ ડેરી, આણંદ દ્વારા યોજનાના સફળ અમલીકરણ કરવા માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, પશુપાલન અધિકારીચાવડા, લીડ બેંક મેનેજર, નોડલ ઓફિસર પંચામૃત ડેરી ગોધરા, નોડલ ઓફિસર અમુલ ડેરી  આણંદ, પશુ ડૉકટરો તેમજ બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક ઓફ બરોડાની જિલ્લાની અલગ અલગ શાખાના પ્રતીનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

 

મહીસાગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..