Back

મહીસાગર સંતરામપુર ધ્વજ વંદન કાર્યક્રમ માં શાળા પ્રશાસન ની બેદરકારી માં 2 વિધાર્થી ના મોત

મહીસાગર બ્રેકીંગ 


 સંતરામપુર તાલુકાના કેનપુર ગામ ની હાઈસ્કૂલ માં ધ્વજ વંદન ની પાઇપ વિધાર્થી પાસે ઉભી કરતા પાઇપ શાળા ઉપર પસાર થતા વીજ વાયર ને અડતા 2 વિધાર્થી ના ઘટના સ્થળે મોત.

ગુજરાતમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતાદિવસની ઉજવણી શોકમાં ફેરવાઈ છે. ધ્વજવંદન કાર્યક્રમની તૈયારી દરમિયાન કરંટ લાગતાં બે વિદ્યાર્થીઓનું સ્થળ પર જ મોત થયું.


આ ઘટના સંતરામપુર તાલુકાના કેનપુર ગામની શાળામાં બની છે.


હાલ પોલીસે બંને વિદ્યાર્થીઓના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.


મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓ દિપક અભેસિંગ રાણા અને ગણપત નાથાભાઈ વાળવાઈની ઉંમર 15 વર્ષ હતી.


પ્રાથમિક વિગતો મુજબ કેનપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ આયોજનમાં ધોરણ-10માં અભ્યાસ કરી રહેલા બે વિદ્યાર્થીઓ ધ્વજ ફરકાવવા માટે લોખંડની મોટી પાઇપ ઊભી કરી રહ્યા હતા. તે દરમિયાન શાળાની ઉપર ના ભાગેથી વીજવાયર પસાર થઈ રહ્યો હતો તેને લોખંડની પાઇપ અડકતા કરંટ લાગતા સ્થળ પર બંને બાળકનું મૃત્યુ થયું હતુ

રીપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

સંતરામપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..