Back

રાજસ્થાનમાંથી બીયર ભરી આવેલ કાર ને ગોધર (૫) પાસે અકસ્માત સર્જાતા ભોપાળું બહાર આવ્યું

સંતરામપુર નજીક અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી મળી આવ્યો બીયરનો જથ્થો


પોલીસની રહેમ નજરથી જ મોટા પ્રમાણમાં આ રસ્તા પરથી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ-બીયર ઘુસેડાતો હોવાની ઉઠી શંકા 


કારની અડફેટે આવેલા બાઇક ચાલકને ગંભીર ઇજા : કાર ચાલક કાર મૂકીને થઇ ગયો ફરાર


મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીક કાર અને બાઇકના અકસ્માતમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોચતા કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર જઇને કારનું ચેકીંગ કરતાં કારમાંથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલ બાઇક ચાલકને સારવાર માટે લુણાવાડા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સંતરામપુર પોલીસ મથકના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા જીજે૧ કેજી ૦૮૯૬ નંબરની સફેદ રંગની કાર હતી. કારમાં બીયરની ટીનનો જથ્થો મળી આવ્યો હતો. કારની ડેકી તથા સીટની નીચેના ભાગમાં ઉપરાંત આખી કારમાં મોટા પ્રમાણમાં ટીન હતા. 

સંતરામપુર પોલીસ મથકની હદમાં દારૂ ભરેલી કાર લુણાવડા તરફ હાઇવે રોડ પર ગોધર (પ) નજીક અકસ્માત થયો હતો. જેમાંથી મળી આવેલ બીયરના ટીન પર પ્રાંતિય હોવાનું જણાંતુ હતુ. આ જથ્થો રાજસ્થાન તરફથી જ આવ્યો હોવાનુ મનાય છે. આ રોડ પરથી પોલીસની રહેમ નજરથી જ મોટા પ્રમાણે દારૂની હેરાફેરી થતી હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. પ્રાથમીક તબક્કે પોલીસે આ કારને સરસણ આઉટ પોસ્ટ ખાતે ખસેડીને ઘટના અંગે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.


રીપોટર જીગ્નેશ શાહ પંચમહાલ

સંતરામપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..