Back

વિરપુરના ડેભારી ગામે ૬૦ વર્ષ જુનું મકાન જર્જરિત હાલતમાં.. હોનારતની વકી

વિરપુરના ડેભારી ગામે સરદાર ચોકમાં આવેલ ૬૦ વર્ષ જુનું મકાન જર્જરિત હોનારતની વકી...

 - આ મકાનની અંદર તેમજ બહારના વિસ્તારોમાં દુકાનો હોવાથી દુર્ઘટનામાં વઘી શકે છે...

-દર ચોમાસામાં મકાનનો એક એક હિસ્સો પડી રહ્યો છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ મકાનનો કોઈ નિવેડો લાવી શકાતી નથી...

વિરપુર, મહિસાગર

               મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ડેભારી ગામે સરદાર ચોક ડેરી રોડ પર આવેલ જર્જરિત મકાન અંદાજીત ૬૦ થી ૭૦ વર્ષ જુનું હોવાનુ મનાય છે આ જુની ઈમારત ઘસડાઈ જવાના ભણકારા વચ્ચે આ ઈમારત મોટી હોય જો અચાનક પડી જવાથી જાનહાનિ થવાની દહેશત રહેલી છે હાલ ચોમાસાની સીઝન દરમિયાન આ જર્જરિત ઈમારતને પડવાની સંભાવના વઘુ હોય  ડેભારી ગ્રામ પંચાયતની હદમાં આવેલ જર્જરિત મકાનનો વહેલી તકે કાટમાળ નીચે ઉતારી લેવામાં આવે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે છેલ્લા બે વર્ષથી આ ઈમારત ઉતારી લેવાની માંગ ઉઠી છે પણ આ ઈમારતના માલીક બહાર રહેતા હોવાથી  સ્થાનિક પંચાયત લાચાર બની નક્કર પગલાં લેતી નથી પરંતુ જાહેર જનતા ના જોખમ રૂપ આ બીનવારસી ઈમારત તંત્ર દ્વારા જહેર હિત માટે ઉતારી લેવી અનીવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ મોટો બનાવ અટકાવી શકાય તેમ છે ઉપરાંત ડેરી રોડ તેમજ શાકભાજી ખરીદવા લોકો આ મકાનની આસપાસ અવર જવર કરતા હોવાથી મોટી દુર્ઘટના બની શકે તેમ છે જેથી પંચાયત દ્વારા યુધ્ધ ના ઘોરણે જર્જરિત મકાન ઉતારી લેવામાં આવે તેવું ડેભારીની પ્રજા ઈચ્છી રહ્યા છે....

- દર ચોમાસામાં જર્જરિત ઈમારતનો એક હિસ્સો પડી રહ્યો છે છતાં સ્થાનિક તંત્ર ગૌર નીદ્નામા...

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..