Back

વિરપુરના રામપુરા ગામના ૧૭ વર્ષીય બાળકે ઝેરી દવા ગટગટાવી લેતાં ચકચાર.....

વિરપુરના રામપુરા ગામના ૧૭ વર્ષીય બાળકે ઝેરી દવા ગટગટાવી લેતાં ચકચાર.....

વિરપુર

     મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ગંઘારી ગામના પરા‌ વિસ્તારમાં આવેલા રામપુરા પોસ્ટ ઓફિસ ફળીયાના ખાંટ રમેશભાઈ ના પુત્રએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગંઘારી ગ્રામ પંચાયતના પરા વિસ્તારમાં આવેલા રામપુરા ગામે ૧૭ વર્ષીય ખાંટ સંજયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતાં ૧૦૮ ની મદદથી લુણાવાડા ખાતે લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો લીલાવતી હોસ્પિટલના તબીબો માહિતી મુજબ હાલ બાળકની‌ તબીયતમાં સુધારો છે અને એક બે દિવસ માં રજા પણ આપી દેવામાં આવશે..

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..