Back

વિરપુર ડેભારી રોડ પર વાહન ચાલકે ભેંસને અડફેટમાં લેતાં, ભેંસનુ મોત....

વિરપુર ડેભારી રોડ પર વાહન ચાલકે ભેંસને અડફેટમાં લેતાં, ભેંસનુ મોત....

ત્રણ દિવસથી મરેલી હાલતમાં ભેંસ રોડ પર હોવા છતાં કોઇએ દરકાર ન કરી....

વિરપુર

   મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર થી ડેભારી જવાના માર્ગ પર કોઈ અજાણી  ઈકો ગાડીએ ભેંસને અડફેટમાં લેતા ભેંસનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર ડેભારી‌ રોડ પર બે દિવસ પહેલા કોઈ અજાણી ઈકો ગાડીએ જે પુરપાટની ઝડપે આવી રહ્યો હોવાના કારણે રોડની બાજુમાંથી નીકળતી ભેંસને અડફેટમાં લેતા ભેંસનું ઘટના જ સ્થળે મોત નિપજ્યું હતું ભેંસના માલીક ઘટના સ્થળે દોડી આવતા ઈકો ગાડી ચાલકને ઝડપી લીધો હતો બાદમાં ગાડી ચાલકે ભૂલ સ્વીકારી અને જણાવ્યું હતું કે આનો ખર્ચ પણ આપી દેવાનુ જણાવ્યું હતું પરંતુ મરેલ ભેંસને રસ્તા પરથી હજુ હટાવવામાં ના આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે કારણકે ભેંસને મરી જવાન બે દિવસ પુર્ણ થઈ ગયા હોવાથી સ્થળ પર અસહ્ય દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિક લોકોને આવરી જવાર માટે ખુબ તકલીફ પડી રહી છે...

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..