Back

વિરપુરના કોયડમ ગામમાં ગાયોના તબેલા પાસે સાળા પાંચ (૫.૫) ફૂટનો મગર જોવા મળતા રેસ્કયુ કરવામાં આવ્યો.

વિરપુરના કોયડમ ગામમાં ગાયોના તબેલા પાસે સાળા પાંચ (૫.૫) ફૂટનો મગર જોવા મળતા  રેસ્કયુ કરવામાં આવ્યો. 

 

વિરપુર તાલુકાના કોયડમ ગામમાં ગાયોના તબેલા પાસે  મગર જણાતાં ગ્રામજનો દ્વારા વન વિભાગમાં જાણ કરવામાં આવી હતી, વન વિભાગમાંથી આર.એફ.ઓ સાહેબ દ્વારા વગડો ચેરીટેબલ ટ્રસ્ટ, સાઠંબા ને જાણ કરતાસંસ્થાના પ્રમુખ રાજ પટેલ તથા અઢાર (૧૮) સ્વયંસેવકો તથા વન વિભાગ માંથી તાવીયાડ સાહેબ અને નાયક સાહેબ તથા સ્ટાફ સ્થળ પર પહોંચી માહાકાય મગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી જેમાં  સ્થળ ઉપર પોંહચીને એક કલાકના ભારે જહેમત બાદ સાળા પાંચ(૫.૫) ફુટ ના મગરને સુરક્ષિત પકડીને તેમના  કુદરતી નિવાસસ્થાને  (પૂનવૅસન) સલામત રીતે છોડવામાં આવ્યા હતો..

 

આજ સુધી મહીસાગર જીલ્લામાં મગર અને માણસો વચ્ચે સંઘર્ષ થયો નથી.  વગડો ચેરીટેબલ ટ્રસ્ટ રાજ પટેલ..

 

તસ્વીર -વિપુલ જોષી વિરપુર

 

 

 

 

 

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..