Back

કોયડમ ગામની ગૌચરની જમીન હડપવા માટે પ્રજાપતિ રાજેન્દ્ર દ્વારા દરજી પરિવાર પર હુમલો....

કોયડમ ગામની ગૌચરની જમીન હડપવા માટે પ્રજાપતિ રાજેન્દ્ર દ્વારા દરજી પરિવાર પર હુમલો....

બોક્ષ - ત્રણ માસ પહેલા ગૌચરની જમીન બનાવેલ તબેલો તંત્ર દ્વારા જમિન દોશ કર્યો હોવા છતાં ફરિથી બાંઘકામ કરતાં મારામારી 

સંજયભાઈ દરજી શું કહેવું છે

સ્થાનિક પંચાયત ગૌચરની જમીન ખોટી રિતે બાંઘકામ કરતાં હોવા છતાં પંચાયત દ્વારા આરોપીઓને છાવરે છે તેમજ સરપંચ દ્વારા આ તમામ આરોપીઓને છાવરે છે પોતાની વોટબેકને નુકસાન ના થાય તે માટે...

પ્રતિનિધિ વિરપુર

મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના કોયડમ ગામની ગૌચરની  જમીનમાં ખોટી રીતે તેમજ જમિન હડપવાના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સર્વે નંબર ૧૭૦-૧ ગૌચરની જમીન આવેલ છે જ્યાં પ્રજાપતિ રાજેન્દ્ર અંબાલાલ દ્વારા છેલ્લા બે વર્ષથી ખોટી રીતે પાકું બાંધકામ કરી પશુઓ માટેનો તબેલો બનાવ્યો હતો જે અનુસંધાને જાગૃત નાગરિક દરજી સંજયભાઈ દ્વારા આ ખોટી રીતે બનાવેલ તબેલાનુ બાંઘકામની અરજી વિરપુર તાલુકા પંચાયત, મામલતદાર કચેરી,પ્રાન્ત કચેરી, કલેકટર કચેરી લૈખિક જાણ કરવામાં આવી હતી મોડ‌ મોડ‌ તંત્ર સફાળે જાગ્યું હતું અને‌ ગેરકાયદેસર બનાવેલ તબેલાનુ બાંઘકામ સ્થાનિક તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું બે માસ પછી પુનહ બાંઘકામ તેબેલાનુ ચાલુ કર્યું બાદમાં દરજી સંજયભાઈ દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી સ્થાનિક પંચાયતને આ બાબતની અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક સરપંચ વોટની લાલચે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યાં નથી ફરીથી બાંઘકામ કરાયેલ તબેલાનુ બાંઘકામ રોકવા માટે બાલાસિનોર પ્રાન્ત કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી તો સ્થાનિક તંત્ર આવિને‌ તબેલામાં આવતું પાણીનુ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું રોષે ભરાયેલા તબેલાના માલિક પ્રજાપતિ રાજેન્દ્રએ તેમજ તેમના પરિવાર સાથે મળીને અરજી કરનાર દરજી સંજયભાઈ પર લાકડાથી હુમલો કર્યો હતો બાદમાં અરજી કરનાર દરજી સંજયભાઈ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવતાં બઘાને છુટા પડ્યા હતા અરજી કરનાર દરજી સંજયભાઈને માથાના ભાગે પ્રજાપતિ રાજેન્દ્ર એ લાકડી મારતાં ઘટનાજ સ્થળે બે ભાન થઈ ગયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું બાદમાં દરજી સંજયભાઈ ના પિતા દ્વારા વિરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બાદમાં વિરપુર પોલીસ સ્ટેશનમાં ગૌચરની જમીન ગેરકાયદેસર બનાવેલ તબેલાનુ બાંઘકામના માલિક વિરોધ ગુન્હો દાખલ કર્યો હતો બાદમાં વિરપુર પોલીસ દ્વારા સામે પક્ષ વાળાઓની ઘરપકડ કરવા ઘટના સ્થળે દોડી આવતા પ્રજાપતિ રાજેન્દ્ર તેમજ તેમના પરિવાર સભ્યો નાશિ  ચુક્યા હતા ગુન્હો દાખલ કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે...

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..