Back

વિરપુરના વિકાસપથ પરનો દબાણોનો વિકાસ...બસ સ્ટેન્ડના સામેના મુખ્ય માર્ગ પર અડિંગો જમાવી બેઠેલા વેપારીઓ...

વિરપુરના વિકાસપથ પરનો દબાણોનો વિકાસ બસ સ્ટેન્ડના સામેના મુખ્ય માર્ગ પર અડિંગો જમાવી બેઠેલા વેપારીઓ...

મુખ્ય રસ્તા પર ગેર કાયદેસર દબાણ કરતા વેપારીઓથી પ્રજા પરેશાન...

અનેક વાર અકસ્માત સર્જાયા છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી...

વાત્સલ્ય ન્યૂઝ વિરપુર

મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાની‌ તેમજ આજુ બાજુની પ્રજાને વઘુ સારી સુવિધા મડે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ પથનુ નિમાર્ણ કરવામાં આવ્યું છે તેમ છતાં ત્યાંના દુકાનદારો તેમજ શાકભાજીની લારીઓ ફુટપાથ પર અડિંગો જમાવીને બેઠા હોવાથી પ્રજાને અવાર નવાર ચાલવામાં ભારે તકલીફ પડી રહી છે વિરપુર રિલાયન્સ પ્રેટ્રોલપંપ થી લિમ્બડિયા ડેભારી ચોકડી સુઘી વિકાસપથ બંને સાઈડો પર જાહેર જનતા માટે બનાવવામાં આવ્યો હતો મુખ્ય રસ્તાની આજુ બાજુમાં મોટર સાયકલો ફોરવિલ પાર્ક કરી દેતા જેથી વિરપુરના ફુટપાથનો ઉપયોગ આમ પ્રજા કરી શકતી નથી દુકાનદારો તેમજ શાકભાજીની લારી વાળાઓ ઘેર કાયદેસર કરેલા દબાણો કારણે આમ પ્રજા મુખ્ય રસ્તા પર જીવના જોખમે ચાલવા મજબુર બન્યા છે તેમ છતાં સ્થાનિક તંત્ર આ બઘું જાણતી હોવા છતાં આંખ આડા કાન કરવાની નીતી અપનાવી રહી છે વિરપુર સ્ટેશન જેવા વિસ્તારોમાં જ્યાં પ્રજાનો ઘસારો વઘુ હોય છે ત્યાં પ્રજાને વઘુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચાલતા રાહદારીઓ વાહનો દ્વારા કે અન્ય કોઈ રીતે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ એક પ્રશ્ન બની ઉભો છે
      ઉપરાંત વિરપુર બસ સ્ટેન્ડ સામે દુકાનો બીલ્ડર દ્વારા આજથી પંદર વર્ષ પહેલાં બનાવી હતી અને પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ હોવા છતાં દુકાનદારો તેમજ શાકભાજીની લારીઓવાળા દ્વારા ફુટપાથ પર સેડ બાઘીને ઘેર કાયદેસર રીતે દબાણ કર્યું છે જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર ગ્રામ પંચાયતમાં મૌખિક જાણ કરી હોવા છતાં પંચાયત દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી વિરપુરની પ્રજા ઈચ્છી રહી છે કે ઘેર કાયદેસર કરેલા દબાણો તંત્ર દ્વારા દુર કરવામાં આવે આ વિકાસપથ પર લોકો અવાર જવાર કરી શકે તેમજ અકસ્માત પણ ઓછા થઈ શકે ..

(૧)ગ્રામ પંચાયત વિરપુર તલાટી - નરેશભાઈ પટેલ
 વિરપુર રીલાયન્સ પેટ્રોલપંપ થી ડેભારી ચોકડી સુઘીનો રસ્તો વિકાસ પથમા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ બનાવેલ છે તેમજ તેની બાજુમાં ફુટપાથ પર તેજ ડીપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે પણ એ ફુટપાથ પર શાકભાજીની લારીઓ,પાનગલ્લાઓ, દુકાનદારો ફુટપાથ પર  જગ્યા જમાવીને બેઠા છે તેમજ પતરાનો સેડ ગેર કાયદેસર બનાવ્યા છે જે માર્ગ મકાન વિભાગ સાથે તેમજ મામલતદાર સાથે ચર્ચા કરી ‌પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે..

(૨)વિરપુર તાલુકા મામલતદાર - વિ ડી પટેલ

 ગ્રામ પંચાયત અમારા વિભાગને જાણ કરશે તો પોલીસ બંદોબસ્ત સાથે કોઈ અનીસ્ચીત બનાવ ના બને તે માટે સહકાર આપવા અમે તૈયાર છીએ ઉપરાંત માર્ગ મકાન વિભાગને પણ જાણ કરીશું બઘાજ સાથે રહિને ફુટપાથના ગેરકાયદેસર દબાણો દુર કરવા પ્રયત્ન કરીશુ..

(૩)આર એન્ડ બી કચેરી બાલાસિનોર - દેવાંગ ભટ્ટ
આ બાબતે અમે કાર્યવાહી કરી છે એક વર્ષ પહેલાં તમામ નાના મોટા ગલ્લા તેમજ‌ શાકભાજીની લારીઓ હટાવી હતી છતાં બાદમાં તે લારીઓ અને ગલ્લાઓ પાછા મુકી દીધા હતા બાદમાં વિરપુર મામલતદાર કચેરીમાં પણ લૈખીક રજુઆત કરવામાં આવી છે આ તમામ દુકાનો અને ગલ્લાઓ હટાવવા માટેની
તેમ છતા જો હજુ દબાણ હશે તો વિરપુર મામલતદાર સાથે ચર્ચા કરી આગામી સમયમા ગ્રામ પંચાયત અને પોલીસ સાથે જેતે ઘેર કાયદેસર દબાણો દૂર કરવામા આવશે ....

(૪)વિરપુર પી એસ આઈ : એમ કે માલવીયા -  
હાલના સમય કોઈપણ અધિકારી દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા દબાણ દૂર કરવાની કોઈ માહિતીની જાણ નથી આવનાર સમય દબાણ દૂર કરવાનો પ્રસ્ન હશે તો સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી દબાણ દૂર કરીશુ અમારા તરફ થી પૂર્ણ સાથ સહકાર આપવામા આવશે....

મુખ્ય રસ્તા પર ગેર કાયદેસર દબાણ કરતા વેપારીઓથી પ્રજા પરેશાન...
વિપુલ જોષી વિરપુરવિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..