Back

વિરપુર તાલુકામા કાયદાના ઘજીયા ઉડાવતા ટ્યુશનિયા શિક્ષકો...

વિરપુર તાલુકામા કાયદાના ઘજીયા ઉડાવતા ટ્યુશનિયા શિક્ષકો...


શિક્ષકો એક માસમાં પગારથી પણ‌ વઘારે રકમ‌ આમાં કમાઈ‌લે છે...


વાત્સલ્ય ન્યૂઝ વિરપુર


   મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં ઠેર ઠેર ટ્યુશનના હાટડીઓ ઘમઘોકાર ચાલી રહી છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કેટલીક શાળાઓમાં દ્વારા મોંઘવારી સાથેનો તાલમેલ મેળવવા સાઈડ  ઈન્કમ તરિકે ટ્યુશન ફરજીયાત કરાવી રહ્યા છે આ લાલચુ શિક્ષકો શાળામાં ઓછું ભણાવવામાં ઘ્યાન આપે છે જેથી તેમનો ઘંઘો બરકરાર રહે છે પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ કર્યો હોવા છતાં છતાં આ  લાલચુ શિક્ષકો ખુલ્લેઆમ એમનું સામ્રાજ્ય ફેલાવીની બેઠા છે ઉપરાંત સ્કુલ  કમિશનર દ્વારા આ પ્રથાને બંધ કરવા માટે ખાસ ટીમોની રચના કરી હતી પણ આ ટીમોની શિક્ષકો સાથેની મીલીભગતના કારણે આ ઘંઘો કોઈ રોકટોક વગર બીદાસ ચાલી રહ્યો છે આ ટ્યુશન કલાસીસ શિક્ષકો એક માસમાં પગાર કરતાં રકમ કમાઈલે‌ છે અને મઘ્યમ વર્ગના બાળકો ટ્યુશનની ફી ભરી શકતા નથી તેમાટે સ્કૂલમા જે ભણાવે તે ભણી‌ લે છે ઉપરાંત વિરપુર તાલુકાના વાલીઓનું કહેવું છે અમારા બાળકોને શાળામાં ખાસ કાંઈ કાળજી તેમજ જોઈએ તેવુ‌ શાળાના શિક્ષકો દ્વારા ભણાવવામા‌ આવતુ નથી જેના કારણે આમારા‌ બાળકો અભ્યાસમાં પાછળ રહી જાય છે જેથી તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો‌ કેટલાય શિક્ષકો ઘેર બેસી‌ જાય‌ તેવુ‌ છે..

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..