Back

વિરપુર તાલુકાના વઘાસ ગામના બાળકને વિરપુર સી એચ સી હોસ્પિટલમાં સારવાર ના મળતા મોત...

મહિસાગર જીલ્લાની હોસ્પિટલોની બેદરકારી ના કારણે
વિરપુર તાલુકાના વઘાસ ગામના છ વર્ષના બાળકને હોસ્પિટલમાં સારવાર ના મળતા મોત..

પ્રતિનિધિ વિરપુર

         મહીસાગર  જીલ્લામાં આવેલા વિરપુર તાલુકા ના નાના એવા  વઘાસ ગામ મા પોતના પૂર્વજો નો બજાણીયા અને ભવાઈ નો વ્યવસાય થી રોજી રોટી રડતા સુભાષ ભાઈ નાયક પત્ની અને બે સંતાનો ના પરિવાર સાથે વઘાસ ગામ ના રહેવાસી છે.   મોટા સંતાન નામે આયુષ ઉ .વ 6 જે વઘાસ ની સરકારી પ્રાયમરી સ્કૂલ ના પહેલા ધોરણ મા દાખલ થયેલ હતો જેને બુધવાર 26/6/2019 ના સાંજે શરીર મા તાવ જણાતા અને ખેંચ આવાની તકલીફ થતા જ પ્રાઇવેટ ગાડી કરી પરિવાર ના સભ્યો સાથે વિરપુર સી .એચ .સી ગંગા બેન સારાભાઈ હોસ્પિટલ ખાતે આવ્યા હતા ફરજ પર ડૉક્ટર રાતે ન હોવા થી અને સ્ટાફ નર્સ દ્વારા બાળક આયુષ ને વધુ ગમ્ભીર તકલીફ હોવા નું જણાવી ને બહાર હૉસ્પિટલ મા લઈ જવા બતાવા મા આવ્યું પરિવાર જનો ગંમ્ભીરતા ને ધ્યાન માં લઈ તુરંત આયુષ ને નજીક ના અને જિલ્લા પ્લેસ એવા લુણાવાડા ની હૉસ્પિટલ  108 સેવા દ્વારા લઈ જવા માં આવ્યો પરન્તુ હોસ્પિટલ ના ડોક્ટરો માનવતા ને હેઠે મૂકી દીધી હોય તેમ એક પછી એક હોસ્પિટલ ની મુલાકાત લીધી પણ દરેક હોસ્પિટલ માંથી ડોક્ટર સાહેબ નથી ના જવાબ મળ્યા ઘણી જગ્યા તો પ્રાઇવેટ સિક્યુરિટિ અને સ્ટાફ  ને એક જીવન મરણ વચે ઝોલા ખાઈ રહેલ આયુષ ના માતા  પિતા કગરવા લાગ્યા આજીજી કરવા લાગ્યા છતા પણ કોઈ ને આ ગરીબ માતા પિતા પર દયા ના આવી બસ એક હોસ્પિટલ થી બીજી હૉસ્પિટલ ના દરવાજા ખખડાવતા રહ્યા અને બાળક ની બીમારી ની ગમ્ભીરતા વધતી રહી લુણાવાડા ની સારી  નામના ધરાવતી ચિરાયુ , જલારામ , અમીન , આયુષ , શુભમ જેવી    પાંચ થી છ હોસ્પિટલ માં ફર્યા જ્યા કોઈ ગેટ ખોલવા તૈયાર ના હતું તો ક્યાંક  ડોક્ટર નથી ના જવાબ થી થાકી  આખરે અંત માં સરકારી  કૉટેજ હોસ્પિટલ લઈ ગયા ત્યા ફરજ પર ના સ્ટાફ નર્સ દ્વારા બાળક ને ચેક કરતા મ્રુત જાહેર કરાયો હતો .સાંજે 7 વાગે ખબર પડેલી તાવ ની એ તાવ ડોક્ટરો ની લાપરવાહી અને ડોકટરી ને એક ટાઇમિંગ વાળો બિજનેસ બનાવી ને બેઠેલા ડોક્ટરો  એક ગરીબ માં બાપ ના કલેજા ના ટુકડા ને ભરખી ગયા કાયદો અને માનવતા ને નેવે મૂકી ને બેઠેલા લુણાવાડા ની મોટી હોસ્પિટલ ના  ડોક્ટરો સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું આયુષ ના માતા પિતા વિનંતી કરી રહ્યા છે....
-  આયુષ ને રાત્રીના સમયે વઘારે જ તાવ અને ખેંચ આવતા પહેલા વિરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પણ કમ નસિબે રાત્રીના સમયે ડોક્ટર ના હોવાથી આયુષને લુણાવાડા લઈ જવા સરકારી નર્સ જણાવ્યું હતું. જો વિરપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર હોત તો પ્રાથમિક સારવાર મંડી જતાં તો આયુષ બચી સકતો હોત..

વિપુલ જોષી વિરપુર

 

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..