Back

બે વર્ષ પહેલાં ચાલું થયેલી ઘી જુનાં ભાટપુર દુઘ ઉત્પાદન સેવા સહકારી મંડળી ભેળસેળ કરતાં ખંભાતી તાળા લાગતાં..૩૦૦ થી વઘારે સભાસદો ના બોનસ અટવાયુ

બે વર્ષ પહેલાં ફરીથી ચાલુ થયેલી જુના ભાટપુર દુઘ ઉત્પાદન સે શ મંડળીમા  તાળા લાગતાં ૩૦૦ થી વઘારે સભાસદો બોનસ અટવાયુ..


બોક્સ- દુઘમા ભેળ સેડ તેમજ ખરાબ વહિવટના કારણે અમુલ ડેરીએ ખંભાતી તાળા માર્યા..

પ્રતિનિધિ વિરપુર

     મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના જુના ભાટપુર ગામની સેવા સહકારી મંડળી ને અમુલ ડેરી દ્વારા દુઘમા ભેળ સેળ તેમજ ખરાબ વહિવટના કારણે ખંભાતી તાળા મારતા સ્થાનિક સભાસદો માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

    પ્રાપ્ત માહિતી અનુસાર જુના ભાટપુર ગામની દુઘ ઉત્પાદન સેવા સહકારી મંડળી ત્રણ વર્ષ અગાઉ પર્વતભાઈ સાદાભાઈ બારિયા જેઓ ચલાવતા હતા તે દરમિયાન જુના ભાટપુર ગામના પરા વિસ્તારમાં રહેતા સભાસદો ને મન ફાવે તેમ ગાયો લાવવા માટેની જંગી લોન આપી દેતા અને જે-તે સમયે સભાસદો દ્વારા તે લોનની રકમ ભરપાઈ ના થતા અમુલ ડેરી દ્વારા જુના ભાટપુર ની મંડળી તાત્કાલિક અસરથી બંઘ કરી દેવામાં આવી હતી તે દરમિયાન એક થી બે વર્ષ ડેરી બંધ રહેતા ફરીથી ગામના આગેવાનો ભેગા થઈને આ બંઘ ડેરી ફરીથી ચાલુ કરવામાં આવી હતી તે સમય દરમ્યાન સેક્રેટરી ------- નિમણૂક કરવામાં આવી હતી બાદમાં આ મંડળી રાબેતા મુજબ એક વર્ષથી પણ વધારે સમય ચાલુ રહી હતી પણ સેક્રેટરી ની પોતાની મનમાની અને ભેળસેળ કરી રહ્યા હોવાનું ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં બાદમાં આ જુના ભાટપુર દુઘ ઉત્પાદન મંડળી ની અમુલ ડેરી દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા સેક્રેટરી તેમજ ગણા એવા સભાસદોના દુઘમા ભેળસેળ કરતા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો બાદમાં આ મંડળીને તાત્કાલિક ઘોરણે તાળા મારી દીધા હતા જેથી ૩૦૦ થી પણ વધારે સભાસદો ના બોનસ અટવાઈ ગયા હોવાથી પ્રજામાં ભારે આક્રોશ જોવા મળ્યો છે

ગ્રામજનો જણાવી રહ્યા છે - જે સમયમાં સેક્રેટરી દ્વારા ખોટી રીતે ચેરમેન તેમજ મંડળી ની બોર્ડની પોતાના પરિવાર ના સભ્યો ની નીમણુંક કરી હતી બાદમાં પોતાના ગાયોના દુઘમા ખોટી રીતે ભેળસેળ કરી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવી રહ્યા છે..

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..