Back

વિરપુરની હજરત ખ્વાજા દરિયાઈ દુલ્હાની જમીનને લઈને એકજ કોમના લોકો સામ સામે

વિરપુરની હજરત ખ્વાજા દરિયાઈ દુલ્હાની જમીન બાબતને લઈને એકજ કોમના લોકો સામ સામે

ડુપ્લીકેટ સહિયો કરી ખોટા આવેદન આપ્યા હોવાનું અનુમાન

આવેદનપત્રમાં લોકોની ખોટી સહીઓ કરાવી

વકફ બોર્ડે ટ્રસ્ટીની નિમણૂક કરી હોવા છતાં સ્થાનિક મુશલીમ આગેવાનો દ્વારા ખોટી રજૂઆત

દરગાહની જમિન પચાવવા માટે ખોટા આવેદન આપ્યા..

પ્રતિનિધિ વિરપુર

મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાની સુપ્રસિદ્ધ અને વર્ષો જુની હઝરત  ખ્વાજા દરિયાઈ દુલ્હા ૫૦૦ વર્ષ જુની દરગાહ આવેલી છે દર વર્ષે અહીં મેળાનુ આયોજન કરવામાં આવે છે લગભગ દસ લાખથી વધુ મુશલીમ તેમજ હિન્દુ સમાજનાં લોકો દુર દુરથી દરગાહના દર્શન કરવા આવે છે જે છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટી તેમજ વિરપુર ના તેમના સમાજના મુશલીમ સમાજના આગેવાનો આમને સામને આવી ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર સામે પક્ષના મુશલીમ સમાજના આગેવાનો દ્વારા દરગાહની જમીન પર ટ્રસ્ટી દ્વારા ખોટી રીતે બાંઘકામ કરતાં હોવાનું આવેદન પત્ર વિરપુર મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું દરગાહ ના  ટ્રસ્ટી સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિરપુર દરગાહ ટ્રસ્ટની માલિકી અને કબ્જો ભોવટાની મિલકત સ - નં ૩૭૭/૧૦૭ છે જે મિલકતમાં દુકાનો બનાવવા વિરપુર ગ્રામ પંચાયત પાસે પરવાનગી માંગેલ છે જેમાં વાઘો રજુ કરતા દરગાહ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જવાબ આપતા સરપંચ શ્રીએ લૈખીકમા જવાબ‌ આપી વાઘો ઉડાળી દીઘેલ છે

વઘુમાં જણાવ્યું હતું કે દરગાહના ટ્રસ્ટના કાયદેસરના નવ ટ્રસ્ટીઓની બહુમતીના ઠરાવથી પીરઝાદા અસ્ફાક અહેમદ જમાલમિયા પ્રમુખ તરીકે ચૂંટાયા આવેલ હતા છતાં સામે પક્ષના વિરોધીઓ તેમજ અસમાજિક તત્વો ભેગા મળીને ખોટા આક્ષેપ કરી પ્રમુખને તથા દરગાહને સામાજિક રીતે બદનામ કરવા ખોટું આવેદન આપેલ છે જે અંગે દરગાહ ના ટ્રસ્ટના પ્રમુખ પીરઝાદા અસ્ફાક તથા સમક્ષ વિરપુર પીરઝાદા સમાજના આગેવાનો સાથે મળીને સામે પક્ષના વિરોધીઓ સામે ડુપ્લીકેટ સહિઓ કરવા તેમજ સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા તેમજ દરગાહની શાન્તિને ડોહોળવા પ્રયાસ કરનારા સામે આજ રોજ વિરપુર મામલતદાર કચેરી ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ અસમાજિક તત્વો દ્વારા દરગાહની કામગીરીમાં રોકાવટ કરનારા સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે..

વિપુલ જોષી વિરપુર

 

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..