Back

૨૦૦૩ માં શુક્લ પરીવાર દ્વારા બનાવેલ વિરપુર એસટી સ્ટેન્ડનુ ઉદ્દઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું જે એસટી બસ સ્ટેન્ડ બન્યુ હાડપિંજર....

૨૦૦૩ માં શુક્લ પરીવાર દ્વારા બનાવેલ વિરપુર એસટી સ્ટેન્ડનુ ઉદ્દઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું જે એસટી બસ સ્ટેન્ડ બન્યુ હાડપિંજર....

- નડિયાદ એસટી નિગમનુ ઓરમાયું વર્તન વિરપુર બસ સ્ટેન્ડ વર્ષોથી જર્જરિત હાલતમાં હોવા છતાં ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી....


વાત્સલ્ય ન્યૂઝ વિરપુર


મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકા મથકનું એસટી સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો પારાવાહિ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગણા સમયથી એસટી સ્ટેન્ડના અનેક ભાગો હાડપિંજરની જેમ લટકેલા દેખાઈ રહ્યાં છે આ એસટી સ્ટેન્ડનો સ્લેબ પરના પોપડા ઉખડી ગયા છે

ઉપરાંત બસ સ્ટેન્ડ ઉપરનો સ્લેબ અતી જોખમી તેમજ ચોમાસા દરમ્યાન સ્લેબમાથી પાણી લીકેજ થાય છે તેમજ બસ સ્ટેન્ડની ચારેય બાજુની દિવાલો અને ઉભા કરવામાં આવેલ બીમમા રીતસરની તીરાડો પડી ગઈ છે જેના લીધે પ્રજા જીવના જોખમે બસ સ્ટેન્ડની અંદર બેસવા મજબુર બની છે આવા અત્યંત જોખમી કાળ બનીને ઊભા વિરપુર એસટી સ્ટેન્ડ કોઈક દિવસ મોટો અકસ્માત સર્જાશે તેમ‌ લાગી રહ્યું છે 

વિરપુર સહિત આજુબાજુના ગામડાઓની  અંદાજીત એક લાખ સીત્તેર હજાર વસ્તી ધરાવતો તાલુકો હોવા છતાં વિરપુર તાલુકા મથકનું એસટી બસ સ્ટેન્ડને પાયાની સુવિધાઓથી વંચીત રહ્યું છે ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ દ્વારા ૨૦૦૩ વર્ષ દરમ્યાન વિરપુર તાલુકાની પ્રજાને સારી સુવિધાઓ મળે તે હેતુસર શુક્લ પરીવાર દ્વારા એક એકરથી પણ વધારેની જમીન એસટી સ્ટેન્ડ બનાવવા માટે એસટી નિગમને દાન કરવામાં આવી હતી ૨૦૦૩ વર્ષ દરમિયાન શુક્લ પરીવાર દ્વારા દાન આપેલ જમીન પર વિરપુરની પ્રજાની સુવિધા માટે અંદાજીત પંદરથી વીસ લાખ રૂપિયાની નવું એસટી સ્ટેન્ડ બનાવવા રોકળ રકમ આપવામાં આવી હતી આ એસટી સ્ટેન્ડનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ૨૦૦૩ માં કરવામાં આવ્યું હતું પણ એસટી નિગમનો અણધાર્યા વહિવટ અને મનસ્વી વલણથી વિરપુર બસ સ્ટેન્ડની હાલત દિન પ્રતિદિન બગડતી જાય છે વિરપુર એસટી બસ સ્ટેન્ડની અંદર અંદાજીત દસ એક બસો રાત્રી રોકાણ કરતી હોય છે જેમના ડ્રાઈવર અને કંન્ડકટર સુવા માટેની પણ કોઈ વૈકલ્પિક સુવિધા ના હોવાથી કર્મચારીઓને પણ ચોમાસા દરમ્યાન બસની અંદર સુઈ જવું પડે છે આ એસટી સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાની પ્રજા દ્વારા ‌સ્થાનીક તંત્રને મૌખિક તેમજ લેખીત રજુઆત કરી હોવા છતાં સ્થાનિક તંત્ર અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે જો વહેલી તકે આ જર્જરિત એસટી સ્ટેન્ડ દુર નહીં કરવામાં આવે આવાનાર સમયમાં સ્ટેન્ડની અંદર બેઠેલા માણસોને ભરખી જસે તેમ દેખાઈ રહ્યું છે...


વિરપુર એસટી સ્ટેન્ડ સુવિધાઓનો અભાવ

- રાત્રીના સમયે બસ સ્ટેન્ડની અંદર તેમજ પ્રીમાઈસીશ  લાઈટની સુવિધા ઉપલબ્ધ નથી

- સુધ્ધ ચોખ્ખું આરો પીવાનું પાણી પણ નથી

- પંખા પણ બંધ હાલતમાં

- રાત્રીના સમયે રોકાવા માટે એસટી કર્મચારીઓનુ રેસ્ટ રૂમ પણ નથી

- બસના ટાઈમ ટેબલ માટેની લાઉડસ્પીકર પણ નથી

- ગાર્ડની સુવિધા પણ નથી

 

- વિરપુરના શુક્લ પરીવાર દ્વારા ૨૦૦૩ માં બસ સ્ટેન્ડનુ બાંઘકામ કર્યા પછી નીગમ દ્વારા ક્યારેય કોઈ નવું કામ કરવામાં આવ્યું જ નથી

(૧) બાલાસિનોર એસટીડેપો મેનેજર કે કે પરમાર

વિરપુર એસટી બસ સ્ટેન્ડ કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં છે આ બાબતને લઈને એસટી બસ સ્ટેન્ડ બાંધકામ વિભાગમાં લૈખીક રજુઆત કરવામાં આવી છે આવનાર નવા વર્ષમાં આ ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવી સકયતાઓ છે જેવી રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવી રીતે કામ કરવામાં આવશે..

વિપુલ જોષી વિરપુર 

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..