Back

વિરપુર સ્થાનિક તંત્ર ગોર નિદ્રામાં... પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં લોકો મોતના મુખમાંથી પસાર થઈ રહ્યા છે...

વિરપુર સ્થાનિક તંત્ર ગોર નિદ્રામાં પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં લોકો મોતના મુખમાંથી પસાર થઈ રહ્યા છે...

વિરપુર જર્જરિત પાણીની ટાંકીને મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધિત વિસ્તાર કર્યો હોવા છતાં નજીકના અંતરે આવેલી પ્રાથમિક શાળા, દુકાનો તેમજ રહેણાંક વિસ્તાર તંત્ર દ્વારા હજુ હટાવવામાં આવ્યા નથી...

વાત્સલ્ય ન્યૂઝ વિરપુર

         મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઓવરહેડ પાણીની ટાંકી બનાવેલ છે કેટલાક વર્ષોથી જર્જરિત અને ભયજનક સ્થિતિમાં હોય જે ટાંકીને જમીનદોસ્ત કરવાના સમયે અને ટાંકી પાડીને તેનો કાટમાળ દુર કરી જમીન સમતળ થાય ત્યાં સુધી સુઘીના સમયગાળા દરમ્યાન કોઈ આકસ્મિક ઘટના ન બને અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે જર્જરિત ટાંકીના વિસ્તારને જીલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે આ ગામતળની હદમાં આવતી જર્જરિત પાણીની ટાંકી આજુબાજુનો પુર્વ - પશ્વિમ ૪૩ મીટર તથા ઉત્તર- દક્ષિણ ૪૦ મીટર જગ્યાના વિસ્તારને તારિખ ૧૫/૮/૨૦૧૯ થી ૬૦ દિવસ અથવા આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે ગ્રામ‌ પંચાયત વિરપુર દ્વારા તારિખ ૨૪/૭/૨૦૧૯ રોજ દરખાસ્ત પણ કરવામાં આવી છે તેમ છતાં જર્જરિત ટાંકીની બાજુમાં પ્રાથમિક શાળા, દુકાનો તેમજ પ્રજા ભયના ઓથા હેઠળ પ્રજા અવર જવર કરી રહી છે તેમ‌ છતા સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી જો કોઈ અનિચ્છનિય ઘટના બનસે તો જવાબદાર કોણ... ઉપરાંત જર્જરિત પાણીની ટાંકીની પાસે પ્રાથમિક શાળા આવેલ છે જ્યાં ૬૦ થી ૭૦ બાળકો શાળામાં અભ્યાસ અર્થે બેસે છે તેમજ જર્જરિત ટાંકીની ચારેય દિશામાં ૫ ફુટના અંતરે પાન મસાલાની ઉપરાંત રહેણાંક વિસ્તારના મકાનો પણ આવેલા છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સંભાળ કરવામાં આવી નથી ખાલી નોટીસ ચોંટાડી કામ પુર્ણ કરવામાં આવ્યું છે જ્યારે જીલ્લા મેજીસ્ટ્રેટ આપેલ નોટીસ નો ઉપયોગ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી તે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે..

(૧) મામલતદાર વિરપુર   : વી .ડી .પટેલ 
વિરપુર ગામની  પાણીની ટાંકી જમીન દોસ્ત કરવાની પ્રક્રિયા કરવાની હોઈ તે માટે પ્રજાના હિત અને રક્ષણ સાથે  સલામતી ને ધ્યાનમા રાખીને તે વિસ્તારમા કોઈ સરકારી સહકારી સંસ્થા કે રહેણાંક વિસ્તારના રહીશો એ આ જગ્યા ખાલી કરવી અને આ પ્રતિબંધિત જગ્યામા  કોઈ પણ ઈસમને રહેવા કે  પ્રવેશવા  પ્રતિબંધિત કરતું  જાહેરનામું બહાર પાડેલું છે અને તેની લેખીત જાણ લાગતા વળગતા દરેક ખાતા મા કરેલ છે છતા કોઈ વ્યક્તી આ જાહેર નામાનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય પગલા લેવા મા આવશે ...

(૨) ગ્રામ પંચાયત વિરપુર તલાટી - નરેશભાઈ પટેલ
આ બાબતને લઈને અમે‌ લારીઓવાળા, દુકાનો, રહેણાંક વિસ્તારના તમામ વ્યક્તિઓને નોટીસ આપી છે તેમજ જાહેર જગ્યાએ પણ નોટીસ ચોંટાડી છે ઉપરાંત જાહેર નોટીસનો ભંગ કરશે તો‌ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ બાજુમાં શાળા આવેલી છે તો તેને કોઈ નુક્સાન થાય તેમ નથી કેમકે પ્રતિબંધિત વિસ્તાર થી‌ લગભગ દુર છે જેથી‌ શાળાને કોઈ નુક્સાન થાય તેમ નથી.....

(૩) વિરપુર પોલીસ સ્ટેશન પી એસ આઈ - એમ કે માલવીયા
આ બાબતને લઈને  વિરપુર મામલતદાર અને‌ ગ્રામ પંચાયત દ્વારા રહેણાંક વિસ્તારના તેમજ દુકાન વાળાઓને નોટીસ આપી છે તેમજ જાહેર જગ્યા હોવાથી સ્થાનિક લોકોની અવર જવર તો થોડી ઘણી ચાલુ રહેશે તેમ છતાં તંત્ર દ્વારા અમને જાણ કરવામાં આવશે તો અમે બંદોબસ્ત ગોઠવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે ....

(૧૫/૮/૧૯ ના રોજથી જ્યાં સુધી જર્જરિત ટાંકી જમીન દોષ ના થાય ત્યાં સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં સ્થાનિક લોકો અવર જવર કરી રહ્યા છે...જેના સામે તંત્રની ઢીલી નીતિ સ્પષ્ટ દેખાય રહી છે)

વિશેષ અહેવાલ - વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..