Back

સ્વચ્છતા રથ દ્વારા કડી શહેરમાં સ્વચ્છતાનો પ્રચાર પ્રસાર તેમજ સફાઈ કામદારોનું સન્માન અને સેફટી કિટનું વિતરણ કરવામાં આવ્યું

કડી નગરપાલિકામાં સ્વચ્છતા રથનું આગમન ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલમાં થયેલ જે નગરપાલિકા દ્વારા સેનેટરી શાખામાં કામગીરી કરતા સફાઈ કર્મચારીઓનું  તથા સેનેટરી સુપર વાઇઝરો પૈકી સારી કામગીરી કરતા 8 કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ તેમજ સફાઈ કર્મચારી તથા ભૂગર્ભ ગટર સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ, સેફટી કીટ, માસ્ક,હેન્ડ ગ્લોઝ, કોટી,ગમબુટ,ગેસ સિલિન્ડર,બ્લોઅર તથા ગટરની કુંડીમાં કેવા પ્રકારનો ગેસ છે તથા કેટલી માત્રામાં છે તે માપવાનું મશીન વગેરે સેફટીના સાધનો આપવામાં આવ્યા તેમજ ઉપસ્થિત રહેલ નગરજનો,કર્મચારીઓ, અધિકારીઓ,પદાધિકારીઓ,કડી મત વિસ્તારના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,પ્રમુખ શારદાબેન પટેલ,ઉપપ્રમુખ નિલેશ નાયક,ચેરમેન વિષ્ણુભાઈ પટેલ,તથા એન.જી.ઓ.જે.સી.આઈ.કડી માંથી પધારેલ સભ્યોને નગરપાલિકા ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ દ્વારા સ્વચ્છતાના શપથ લેવડાવ્યા ત્યારબાદ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી દ્વારા સ્વચ્છતા રથ ને લિલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ સ્વચ્છતા રથ કડી શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ફર્યો અને સ્વચ્છતા અંગેના પ્રચાર પ્રસાર કર્યો.

ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્ય તિથિ નિમિતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને કડી નગરપાલિકા ના સયુંકત ઉપક્રમે  પ્રથમ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

વાત્સલ્ય ન્યુઝ - કડી

જૈમિન સથવારા

કડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..