Back

મહેસાણા જિલ્લાના વિસનગર એસ.કે.યુનિ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

નાગરિકોને દેશ પ્રત્યે પોતાની નૈતિક ફરજ સમજી લોકશાહીના જતન માટે મતદાન કરી અમુલ્ય યોગદાન આપે : જિલ્લા કલેકટર એચ.કે.પટેલ

 

મહેસાણા જિલ્લાના વિસનગર એસ.કે.યુનિ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

 

દિવ્યાંગ મતદારો અને મતદાન પ્રક્રિયામાં સારી કામગીરી કરનાર અધિકારી,કર્મયોગીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

 

મતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડીજીટલ વોટર આઇડી લોન્ચ કરાયું

ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી  જિલ્લા ચુંટણી અધિકારી એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી

આ પ્રસંગે જિલ્લા કલેકટર એચ.કે.પેટેલ ઉમેર્યું હતું કે ભારત જેવા દુનિયાના સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં લોકતંત્રની તાકાત મતદાન છે. જિલ્લના નાગરકો પોતાની ફરજ સમજી મતદાન કરે તે જરૂરી છે. ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના ચૂંટણીપંચની સ્થાપના થઇ હતી અને તેની યાદગીરી રૂપે વર્ષ ૨૦૧૧ થી ૨૫મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જિલ્લા કલેકટરે  ઉમેર્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશની લોકશાહીને મજ્બૂત કરવા પંચ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે તેમણે ઉમેર્યું હતું કે ,ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ જિલ્લામાં વર્તમાન સમયમાં પારદર્શક ,મુકત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે તંત્ર કટિબધ્ધ છે

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે દિવ્યાંગ મતદારો તેમજ મતદાન પ્રક્રિયામાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મયોગીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અંકિત રાજપરા અને તસ્મીન મીરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

 મતદાન જાગૃતિ અભિયાનમાં એસ.કે.યુનિના વિધાર્થીઓ દ્વારા મતદાન મહત્વ સમજાવતી નાટીકા રજુ કરાઇ હતી. આ ઉપરાંત મતદાન જાગૃતિ અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

મતદારો ઇ-ઇપીકના માધ્યમથી મતદાર ઓળખરકાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટેની સમગ્ર તકનીકી પ્રક્રિયાથી અવગત કરવામાં આવ્યા હતા

 

e-EPIC નવા નોંધાયેલા મતદારો કે જેઓએ તેમનો મોબાઇલ નંબર નોંઘાવેલ છે અને ખાસ સંક્ષીપ્ત સુધારણા-૨૦૨૧ દરમ્યાન એટલે કે તા.૯-૧૧-૨૦૨૦ થી તા.૧૫-૧૨-૨૦૨૦ સુધી ફોર્મ ભરેલ છે તેઓ તા.૨૫-૦૧-૨૦૨૧ના રોજ થી ભારતના ચૂંટણી પંચની Voter Helpline Mobile app (Android/iOS), https://voterportal.eci.gov.in/ તથા https://nvsp.in/ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. જેના માટે અરજદારે સૌપ્રથમ વોટરપોર્ટલ પર રજીસ્ટર/લોગીન કરી Download e-EPIC લીંક પર કલીક કરવું, ત્યારબાદ ચુંટણી ઓળખપત્ર નંબર/ફોર્મ-૬નો રેફરન્સ નંબર અને રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરી e-EPIC ડાઉનલોડ કરી શકશે. જ્યારે અન્ય તમામ મતદારો તા.૦૧-૦૨-૨૦૨૧ના રોજ થી e-EPIC ડાઉનલોડ કરી શકશે જે અંગેની વિસ્તૃત માહિતીની સમજ આપવામાં આવી હતી

 મતદાન દિવસના કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ,એસ.કે.યુનિના વાસ્તવ,રેખાબેન, પ્રાન્ત અધિકારી સી.સી.પટેલ સહિત સંબધિત અધિકારીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..