Back

નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રવિવારે મહા રક્તદાન કેમ્પ યોજાશે

જાયન્ટસ ગ્રુપ મહેસાણા તથા મંગલમ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ને રવિવારે સવારે ૦૮ કલાકથી  ૧૨-૩૦ કલાક સુધી ટહૂકો  પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે યોજાનાર રક્તદાન કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહેનાર છે.આ ઉપરાંત સાંસદ શારદાબેન પટેલ,સાંસદ રાજ્યસભા જુગલજી લોખંડવાલા,હેમચંદ્રાચાર્ય યુનિના કુલપતિ ડો. અનિલ નાયક સહિતના મહાનુંભાવો ઉપસ્થિત રહેનાર છે.

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..