Back

માજી સૈનિકો માટે બેલગામ ખાતે ભરતી મેળો યોજાશે

મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી રેજીમેન્ટ સેન્ટર,બેલગામ શિવાજી સ્ટેડીયમ ખાતે ૨૫ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી માજી-સૈનિકો,સ્વ સૈનિકના ધર્મપત્નીઓના પુત્રો માટે યુનિટ હેડ ક્વાર્ટર ક્વોટામાં સોલ્જર (જી.ડી),સોલ્જર (ટ્રેડસમેન) તથા સોલ્જર ક્લાર્ક માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.યુનિટ ક્વોટામાં ભરતી માટે વિવિધ પ્રમાણપત્રો અને ૧૫ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સ્વખર્ચે જવાનું રહેશે.આ અંગેની વધુ જાણકારી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી નંબર ૦૨૭૬૨-૨૨૦૨૩૮નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..