Back

ઘરમાં સૂવાડેલા દોઢ માસના નવજાત બાળકને કુતરું ખેંચી ગયું. સારવાર દરમ્યાન બાળકે દમ તોડ્યો

વાત્સલ્ય ન્યૂઝ 

સિધ્ધપુરમાં બની આંખ ખોલનારી જીવલેણ ઘટનાઘરમાં સૂવાડેલા દોઢ માસના નવજાત બાળકને કુતરું ખેંચી ગયું. સારવાર દરમ્યાન બાળકે દમ તોડ્યો


તા. ૨૯.૦૭.૧૯

સિધ્ધપુર નગરના બ્રામ્હણીયા પોળ વિસ્તારમાં પરિવારસાથે રહેતા બ્રામ્હણ યુવાન તેજસ ધોરીના દોઢ માસના નવજાત પુત્રને તેની માતા અને દાદીએ માલીશ કરાવી ઘરના અંદરના ભાગે સૂવડાવ્યો હતો, ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને તેજસભાઈ તેમના પત્ની અને માતા કોઈ કામસર ઘરના ઉપરના માળે ગયા હતા, દરવાજો ખુલ્લો હોવાનું વિસરાઈ ગયું અને આમ પણ મહોલ્લાઓમાં દરવાજો ખુલ્લો હોયતો કંઈ ચિંતા હોતી નથી તે મુજબ બાળક સુતો હોઈ તેઓ ઉપર હતા તે દરમ્યાન કોઈ રખડતું કુતરં ઘરમાં આવી જઈ સૂતેલા શિશુને ઉઠાવીને જતુ રહ્યુ, અંબાવાડી માંથી ટ્યૂશન લઈને છૂટેલા વિદ્યાર્થીઓએ આ જોતા કુતરાના મોંઢામાંથી  બાળકને છોડાવી રામજીપુરામાં રહેતા એક યુવાને દોડીને બાળકને શિફા હોસ્પિટલ લઈગયો અને પરિવારને જાણ થતાં તેઓ પણ આક્રંદ સાથે ત્યાં પહોંચ્યા જ્યાં તબીબોએ બાળકને ચાઈલ્ડ સ્પેશ્યિયાલીસ્ટ પાસે લઈ જવાનું કહેતા બાળકને મહેસાણાં ખસેડાયો હતો જ્યાં ગઈકાલ સાંજે સારવાર દરમ્યાન તેણે દમ તોડ્યો હતો

પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને માતાનો ખોળો સુનો થયો હતો.

સાવધાની હટી દૂર્ઘટના ઘટીસાવધાન:-આપના ઘરના મુખ્ય દરવાજાને હંમેશા બંધ રાખો, આપણા નગરમાં ગાય આખલા, કુતા, વાનર વિગેરે ક્યારે પણ મુસીબત બની શકે છે

સુનિલભાઈ બ્રહ્મભટ્ટ 

M-7878597878,

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..