Back

મહેસાણા શહેરમાં ટાઉનહોલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

૦૨ ઓક્ટોબરના કાર્યક્રમ સંદર્ભે જિલ્લામાં ઉત્તરપ્રદેશની ૨૦૦૦ મહિલાઓનો પ્રવાસ


ઉત્તરપ્રદેશની સ્વચ્છાગ્રહી મહિલાઓ અને મહિલા સરપંચો મંત્ર મુગ્ધ બની

પૂજા પટેલના યોગ થકી સ્વચ્છાગ્રહીઓ આનંદીત થયા

 ૦૨ ઓક્ટોબરના રોજ યોજાનાર કાર્યક્રમ સંદર્ભ મહેસાણા જિલ્લામાં ઉત્તર પ્રદેશની ૨૦૦૦ મહિલાઓ આવેલ છે.આ સ્વચ્છાગ્રહી મહિલા અને મહિલા સરપંચોને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત કરાવી હતી

 આજે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉત્તર પ્રદેશથી આવેલ તમામ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી

 સ્વચ્છ ભારત દિવસ ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ગણેશ સ્તુતિ થકી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી.યોગ અભ્યાસું પૂજા પટેલ દ્વારા યોગ કરી ઉત્તરપ્રદેશની મહિલાઓને મંત્રમુગ્ધ કરી હતી

 આ ઉપરાંત ગ્રુપ દ્વારા ગરબાનું પ્રદર્શન,સંગીત કાર્યક્રમ,મીમક્રી,હાસ્ય કાર્યક્રમ,બેટી બચાવો અને કુપોષણ અંગે નાટકનું નિર્દર્શન,સ્વચ્છતાનો સનેડો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,.

 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ યોજના આધારીત ફિલ્મ રજુ કરાઇ હતી. આ ઉપરાંત પ્લાસ્ટીક મુક્ત અભિયાન અંતર્ગત વિવિધ બાબતો રજુ કરાઇ હતી.શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કાનુડો કાળજાની કોર,માડી તારે મંદિરીએ ઘુઘરા ઘમકે,વંદે માતરમ,ચપટી ભરી ચોખા,ઝુલણ ઝીલવા ગ્યાતા,વા વાયાને વાદળ ઉમટ્યા,ગોરી રાધાનો કાલો કાન ગરબા ઘુમે,એક સાબરકાંઠાનો શાહુકાર,મારૂ મહેસણા સહિત વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરાયા હતા

 ટાઉનહોલ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે સહિત જિલ્લાના અધિકારીઓ અને ઉત્તર પ્રદેશની સ્વચ્છાગ્રહી મહિલા અને મહિલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..