Back

મહેસાણા જિલ્લાની ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે કરાશે

રાષ્ટ્રના ૭૩ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિજાપુર ખાતે યોજાનાર છે. ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવા વિજાપુર ખાતે ઉપસ્થિત રહી રીલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં,રેલ્વે ક્રોસીંગની બાજુવાળા મેદાનમાં,હિંમતનગર મહેસાણા હાઇવે રોડ વિજાપુર ખાતે ધ્વજ વંદન કરાવનાર છે.રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધ્વજવંદન,સલામી,પરેડ નિરીક્ષણ,મંત્રીશ્રીનું ઉદબોધન,સાંસ્કૃતિક કાર્યક્રમો,ચેક,ઇનામ વિતરણ,સન્માન પત્ર,પ્રમાણપત્ર,રાષ્ટ્રગીત સહિત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાનાર છે.જેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે

 

 

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..