Back

હળવદમાં તાલુકા કક્ષા નું આશા બહેનો નું સંમેલન યોજાયું

રિપોર્ટર  સુરેશ સોનગરા  હળવદ

હળવદમાં તાલુકા કક્ષા નું આશા   બહેનો નું સંમેલન યોજાયું

રાજ્ય સરકારના સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત આશા બહેનો દ્વારા લોકોને માહિતગાર કરાયા

હળવદ : હળવદ શહેરમાં આવેલ લોહાણા મહાજન સમાજની વાડી ખાતે હળવદ તાલુકા કક્ષા નુ આશા બહેનો નું સંમેલન જોવામાં આવ્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જિલ્લા પંચાયતના ડી.પી.એચ.એન ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી

શહેરના લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ આશા બહેનો ના સંમેલનમાં હળવદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાબહેનો નું અને આશા ફેસિલિટેટર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ આશા બહેનો દ્વારા રાજ્ય સરકારના સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત કુટુંબ કલ્યાણ,માતા મરણ,બાળ મરણ,રસીકરણ વગેરે વિષયો પર નાટકો રજૂ કર્યા હતા  તેમજ બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર વક્તવ્ય આપવામાં આવેલ

આતક યોજાયેલ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના ડી.પી. એચ.એન એસ.ટી મિયાત્રા, સામાજિક કાર્યકર તપનભાઈ દવે,હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી,તાલુકા હેલ્થ સુપરવાઇઝર ચંદુભાઈ તથા વિજુબેન,કશ્યપ ભાઈ,દર્શનભાઈ,ડો.પિયુષ રાવલ તેમજ હળવદ તાલુકાના તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..