Back

હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડા અને આયુર્વેદિક દવાખાના સાપકડા દ્વારા સયુંકત રીતે ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ માટે રાત્રી સભાનું આયોજન કરાયું.

રિપોર્ટર  સુરેશ સોનગરા  હળવદ 


પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડા અને આયુર્વેદિક દવાખાના સાપકડા દ્વારા સયુંકત રીતે ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ માટે રાત્રી સભાનું આયોજન કરાયું.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડા ના સાપકડા ગામમાં એમ.પી.એચ.સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા તેમજ એમ.પી.એચ.ડબલ્યુ પ્રકાશભાઈ ગોહીલ, મહેશભાઈ ગોસાઈ અને મેહુલભાઈ વોરા દ્વારા રાત્રી સભા રાખી જરૂરી માર્ગદર્શન પુરુ પાડી વધુમાં વધુ લોકો ડેન્ગ્યુ અંગે જાગૃત થાય અને ડેન્ગ્યુ રોગ ન ફેલાય એ માટે લેવી પડતી તકેદારી સમજણ આપી જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયા વિશે પ્રોજેક્ટ ના માધ્યમથી વિડીયો બતાવીને ગામના લોકો સમજી શકે એમ સામાન્ય ભાષાનો ઉપયોગ કરીને ડેન્ગ્યુ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું જેમાં લાઈવ ડેન્ગ્યુ મચ્છર ના ઈંડા પિપા માંથી બની ગયેલા મચ્છર પણ બતાવવામાં આવ્યા હતા

તેમજ આ સાથે સાપકડા આયુર્વેદિક દવાખાના ના ડૉ. મનસુર પીલુડિયા સાહેબે પણ ડેન્ગ્યુ રોગમાં આયુર્વેદમાં સુકરી શકાય તેના વીસે માહિતી આપેલ હતી ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..