Back

હળવદમાં એસ.એસ.ડી. કાર્યકરો દ્વારા ભારતના તમામ મુખ્યમથકમાં બુદ્ધ વિહાર ભૂમિ અને સુવિધાઓ આપવા માંગ.

હમણાં થોડા દિવસો થી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશ યાત્રા દરમ્યાન ચીન, જાપાન, જેવા બૌદ્ધ દેશોમાં મંત્રીઓ, રાષ્ટ્રપતિઓ અને પ્રતિનિધિ મંડળો ની ભારત યાત્રા દરમ્યાન બૌદ્ધ ધર્મ ની વાતો કરી છે. અને હમણાં જ સભાઓમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત ને વિશ્વ ને યુદ્ધ નહીં બુદ્ધ દીધા છે. અને વિશ્વ ને યુદ્ધ ની નહીં બુદ્ધ ની જરૂરત છે.

જેથી હળવદ ના એસ.એસ.ડી. કાર્યકરો દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે મામલતદારને રજૂઆત કરાઇ છે. કે, બુદ્ધ ના વિશ્વ શાંતિ ના સંદેશ નો પ્રચાર કરવા માટે બુદ્ધ વિહાર ને નિર્માણ માટે ભૂમિ અને અન્ય આવશ્યક આર્થીક સુવિધાઓ ભારત ના તમામ તાલુકા જિલ્લા મુખ્યમથકોમાં આપવી જોઈએ.

 

 

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..