Back

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુર નગર દ્વારા ઈશ્વર નગર ગામમાં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર  સુરેશ સોનગરા હળવદ 


મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ અને મોરબીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુર નગર દ્વારા ઈશ્વર નગર ગામમાં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું

હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુર નગર ના મેડિકલ ઓફિસર ડોક્ટર. જીગ્નેશ પંચાસરા તેમજ એમપીએસ સંજયભાઈ હમીરપરા તેમજ એમ.પી.એચ.ડબલ્યુ રાજદીપ જોશી તેમજ એફ એચ ડબલ્યુ હીનાબેન લશ્કરી દ્વારાજરૂરી માર્ગદર્શન પુરુ પાડી વધુમાં વધુ લોકો ડેન્ગ્યુ અંગે જાગૃત થાય અને ડેન્ગ્યુ રોગ ન ફેલાય એ માટે લેવી પડતી તકેદારી સમજણ આપી

જેમાં ડોક્ટર પંચાસરા સાહેબ દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા વિશે પ્રોજેક્ટ ના માધ્યમથી વિડીયો બતાવીને ગામના લોકો સમજી શકે એમ સામાન્ય ભાષાનો ઉપયોગ કરીને ડેન્ગ્યુ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું જેમાં લાઈવ ડેન્ગ્યુ મચ્છર ના ઈંડા પિપા માંથી બની ગયેલા મચ્છર પણ બતાવવામાં આવ્યા હતા

રાત્રી સભામાં ગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..