Back

હળવદ માળિયા હાઈવે રોડ પર કારખાના મા બે મજુરો ને કોંગો ફીવર ના પોઝિટિવ આવતા દોડધામ

હળવદ  માળિયા હાઈવે રોડ પર કારખાના મા બે મજુરો ને કોંગો ફીવર ના  પોઝિટિવ આવતા દોડધામ

આરોગ્ય ની ટીમ સવૅ ની કામગીરી હાથ ધરી ને હળવદ મા ધામા નાખ્યા

 મોરબી માળિયા હાઈવે રોડ પર કારખાના મા  ત્રણ જેટલા મજુરો બિમારી મા સપડાતા ત્રણ મજુરો ના  કોગો  ફીવર ના ટેસ્ટ કરાવતા ત્રણ માથી બે મજુરો ને કોગો ફીવર પોઝિટિવ આવતા અને એક મજુર ને નેગેટિવ આવતા  જિલ્લા આરોગ્ય ની ટીમ દોડતી થઈ હતી તેમજ ૪૯ મજુરો ને ચકાસણી કરી હતી જેમા થી૧૧ મજુરો ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં કોંગો ફીવરમાં એક દર્દીનૉ કેસ પોઝિટિવ આવ્યા બાદ હવે મોરબી જિલ્લામાં પણ કોંગો ફીવરે દેખા દીધા છે. મોરબી જિલ્લાના હળવદ પંથકમાં કોંગો ફીવરનાં 3 દર્દીમાં લક્ષણ દેખાતા અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા.હળવદના માળિયા રોડ પર આવેલી એક ફેક્ટરીમા કામ કરતા 3 મજૂરની તબિયત બરાબર ન હોવાથી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તપાસ દરમિયાન  ત્રણેય દર્દીના રિપોર્ટ કરાયા હતા જેમાં બે દર્દીના પોઝિટિવ આવ્યા હતા જ્યારે એક દર્દીનાં નેગેટિવ આવ્યા હતા.આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગને રિપોર્ટ મળતા આરોગ્ય વિભાગની ટીમ એકશન મોડમાં આવી ગઈ હતી. અને હળવદ સીવીલ હોસ્પિટલ અને પીએચસી સીએચસી સહિતના સ્ટાફે આ વિસ્તારની ફેકટરીમા રહેતા 49 જેટલા મજૂરોની ચકાસણી કરી હતી.જે પૈકી શન્કાસ્પદ જણાતા 11 લોકોને રાજકોટ મેડિકલ કોલેજમાં ઓવજેર્વેશન માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત એક દર્દીનું શન્કાસ્પદ મોત થયું હતું. જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તેનું રિપોર્ટ થયો ન હોવાથી કોંગો ફીવર કારણે તેનું મોત થયું કે અન્ય કોઇ કારણ થી મોત થયું તે સ્પસ્ટ થયું ન હતું. તો બીજી તરફ મોરબી સીવીલ હોસ્પિટલમાં પણ તાત્કાલિક એક વોર્ડ કોંગો ફીવરનાં દર્દીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. અને 25 બેડ તેમજ જરૂરી મેડિકલ તેમજ સેફટી સાધનૉ સાથે નર્સિંગ સ્ટાફ ફાળવી દેવાયો હતો. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારીની આગેવાનીમાં જે સ્થળે કોંગો ફીવર સામે આવ્યો તેની આસપાસના 10 જેટલા કારખાનાં, 5 વાડી વિસ્તારમાં જેથી કોઈ દર્દી સામે આવે તો તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય બીજી તરફ પશુપાલન શાખા દ્વારા પણ કાર્યવાહી હાથ ધરી હતી. અને ગાય ભેંસ જેવા પાલતુ પશુને દવા છટકાવ કર્યો હતો.


ચેપ લાગવાના શરૂઆતના લક્ષણો :અન્ય વાયરલ તાવ જેવા જ હોય છે. જેમાં માથું દુઃખવું, તાવ આવવો, શરીરમાં કળતર થવું, પેટમાં દુખાવો થવો, ક્યારેક ઉલટી કે ઉબકા થવા, માનસિક બેચેની થવી, નબળાઈ લાગવી વગેરે.પરંતુ આવા લક્ષણો પછી ત્રણથી ચાર દિવસમાં અન્ય ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. જેમ કે, નાકમાંથી, પેઢામાંથી કે મલદ્વારમાંથી લોહી નિકળવું. શરીર પર ચામડી નીચે રહેલી સૂક્ષમ રક્તવાહિનીઓ માંથી હેમરેજના કારણે બ્લીડીંગ થવાથી નાના નાના ચાઠા કે ચકામા દેખાવા. વ્યક્તિના મગજમાં સોજો કે હેમરેજીક બ્લીડીંગ થવાને કારણે ધીરે ધીરે વ્યક્તિનું કોમામાં સરકવું.

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..