Back

સુરેન્દ્રનગરના બાળા ગામે વીર પુંજાભા તથા ખોડાભા ના સ્મરણો અને નવચંડી યજ્ઞ આવતીકાલે યોજાશે

રિપોર્ટર  સુરેશ સોનગરા હળવદ 

સુરેન્દ્રનગર બાળા ગામે શ્રી સત સુરાપુરા વીર પુંજા ભા તથા ખોડા ભા ના સ્મરણો અને નવચંડી યજ્ઞ તા:3,5 ના રોજ આવતીકાલે યોજાશે

સુરેન્દ્રનગર બાળા ગામે શ્રી સત સુરાપુરા વીર પુંજા ભા તથા ખોડા ભા ના સ્મરણો અને નવચંડી યજ્ઞ સવંત ૨૦ ૭૫ ચૈત્ર વદ ચૌદને શુક્રવાર તારીખ 3 5 2019 મુ-બાળા ગામે તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર પરમ કૃપાળા ચરાચર નિવાસી ની રાજ રાજેશ્વરી શ્રી ચામુંડા માતાજી ની તથા શ્રી ખોડીયાર માતાજીની તથા શ્રી વહાણવટી માતાજી તથા ખેતલીયા વીર અને બહુચર માતાજીની અમી દ્રષ્ટિથી શ્રી સુરાપુરા વીર પુંજા ભા તથા ખોડા ભા ની અસીમ કૃપાથી બાળા ગામે બાળેશ્વર મહાદેવ ના પટાંગણમાં રૂડા રમણીયા બાળા ગામના તળાવની પાળે - પાદરે સમસ્ત સતવારા સોનગરા પરિવાર દ્વારા રૂડા અવસરે નવચંડી યજ્ઞ તથા બાળેશ્વર મહાદેવ ના અભિષેક અને સુરાપુરા દાદાના અવસરને નજરે નિહાળવા તેમજ શ્રવણે સાંભળવા મહાપ્રસાદનો સ્વાદ લેવા તન મન આત્માને આધ્યાત્મિકતાની ઉત્કૃષ્ટ ગતિ પામવાના મોટા સર્વ પરિવાર સાથે પધારવા આમંત્રણ છે આપ સર્વ અમારા કુટુંબીને આવો એમ કહેવાનું ના હોય આત્મીનોને આગ્રહ કરવાનો ન હોય અમારા ને આમંત્રણ ના હોય સગા સ્નેહને સાદ ના હોય કુટુંબને હાકલ કરવાની ન હોય માટે આપનો અવસર છે એમ સમજીને સર્વ ભક્તિભાવ સાથે પધારશો એવી અમારી સોનગરા પરિવાર ની આશા અપેક્ષા છે

કોન્ટેક નંબર બાળા ગામે (સુરેન્દ્રનગર)

હસમુખભાઈ પરસોતમભાઈ સોનગરા ચરાડવા

મો:96018 45545

ઇશ્વરભાઇ બુટાભાઈ સોનગરા કોઠારીયા

મો:99091 24733

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..