Back

હળવદ પાલિકાના ગોડાઉનમાં સંતાડેલ 700 એલઇડી લાઇટ કોની.?

હળવદ પાલિકાના ગોડાઉનમાં સંતાડેલ 700 એલઇડી લાઇટ કોની.?


ચીફ ઓફિસર કહે છે આમાં અમારે કાંઈ લેવાદેવા નથી..? જ્યારે પાલિકાનો કર્મચારી કહે છે  આતો મેં વેચાતી લીધી છે.?


હળવદ: હળવદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અંધારા ઉલેચવા શહેરીજનો પાલિકામાં એલઇડી લાઇટ ફીટ કરવા રજૂઆતો કરતાં હોય છે તેમ છતાં પણ અંધારા દૂર થતા નથી ત્યારે શહેરના શરણેશ્વર પાસે આવેલા તળાવ કાંઠે પાલિકાના ગોડાઉનમાં ૭૦૦ થી વધુ એલઇડી લાઇટ સીલ બંધ પડી હોવાનું ધ્યાને આવતાં હળવદ કોંગ્રેસ પાલિકાના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા દ્વારા આજે ગોડાઉનમાં તપાસ કરી લાઈટ નો જથ્થો ઝડપી પાડી પાલિકાના કર્મચારીઓની હાજરીમાં રોજ કામ કરાવ્યું હતું નવાઈની વાત તો એ છે કે ચીફ ઓફિસર કહે છે કે આ લાઈટો અમારી નથી જ્યારે પાલિકાનો કર્મચારી કહે છે કે એલઇડી લાઇટ તો મે વેચાતી લીધી છે જ્યારે ઈસીએલનો કોન્ટ્રાક્ટર કહે છે કે લાઈટો અમારી છે ત્યારે કોણ સાચું કોણ ખોટું એતો જો યોગ્ય તપાસ થાય તો જ બહાર આવશે


એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં એએડી લાઈટો નાખવામાં નથી આવી અને જે વિસ્તારોમાં નાખવામાં આવી છે જેમાં ઘણી બંધ હાલતમાં છે ત્યારે શનેશ્વર મંદિર પાસે આવેલ બગીચાના કેન્ટિંગ  ને  હાલ નગરપાલિકા દ્વારા ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે જે ગોડાઉનમાં ૭૦૦ જેટલી એલઇડી લાઇટ સીલબંધ હાલતમાં હોવાનું હળવદ કોંગ્રેસના પાલિકા સદસ્ય તેમજ વિરોધ પક્ષના નેતા ને ધ્યાને આવતા ત્યાં તપાસ કરવામાં આવી હતી જેથી તપાસ કરાતા એલીડી લાઇટ નો જથ્થો ગતરાત્રીના અમુક શખ્સો અન્ય જગ્યાએ ખસેડતા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ગોડાઉનને તાળુ મારી દઈ આજે સવારના પાલિકાના કર્મચારી ને બોલાવી રોજ કામ કરાવ્યું હતું જેમાં અનેક ચોંકાવનારા જવાબ સામે આવ્યા હતા


જ્યારે આ અંગે હળવદ ચીફ ઓફિસર સાગર રાડીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઈએસએલ કંપની ને હળવદમાં એલેડી લાઈટ ફિટ કરવાનું કામ મળ્યું છે જેમાં પાલિકાના કોઈ રોલ નથી અને તે કંપની સીધું કામ કરતી હોય છે


જ્યારે આ અંગે કોંગ્રેસના પાલિકા સદસ્ય વાસુદેવ ભાઈ પટેલએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં એલઈડી લાઇટ બંધ છે અને ઘણા વિસ્તારોમાં નખાય પણ નથી ત્યારે આ એલઇડી લાઈટ શહેરમાં ફીટ કરવામાં  કૌભાંડ આચરી  આ  જથ્થો હળવદ ભાજપના બે-ત્રણ આગેવાનો હોવાનું અમને જાણવા મળે છે જેથી આ બાબત યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..