Back

માળીયા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.

માળિયાના માણાબા પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં ૪ પુરુષ અને ૧ મહિલા સહિત કુલ ૫ વ્યક્તિના ઘટના સ્થળેજ મોત નિપજયા હતા. અને અન્ય બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જેમાં અમદાવાદ તરફ જતી જીજે ૦૯ બીબી ૫૨૮૨ નંબરની સેવરોલેટ કાર સાથે રોડ ઉપર રોંગ સાઈડમાં આવતી જીજે ૦૧ કેએલ ૧૧૨૯ નંબરની આઈ ૨૦ કાર ધડાકાભેર અથડાઈ હતી.

 

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..