Back

માછીમારોને નેટનું વિતરણ કરવા ધારાસભ્યની માંગ

માળીયા (મિં) પંથકના માછીમારોને અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન અન્વયે માછીમારોની નેટનું વિતરણ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી

માળીયા (મિં) પંથકમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવવાની સાથે ગાંડી વેલ પણ તણાઇ આવવાને લીધે હંજીયાસર, વેણાસર, લાખીયાસર, નાગાવાડી, સુરજબારી, મુળવદર, કરાડીયા અને ટીકર જેવા માછીમારી કરવાના સ્થળોએ પરના પાણી આવવાને લીધે માછીમારી કરવા માટે જરૂરી એવી નેટમાં ગાંડી વેલ વીંટળાઇ જવાને કારણે આ નેટ સંપૂર્ણપણે તણાઇ ગયેલ છે કે નષ્ટ પામેલ છે. જેથી માછીમારોનું મોટાપાયે આર્થિક નુકશાન થયેલ છે.

હાલ માછીમારી કરવાની સીઝન પુરજોષમાં ચાલુ હોય નેટના અભાવે માછીમારો રોજગારી મેળવી શકતા નથી. તે સ્થિતિ નિવારવા મોરબી-માળીયા (મિં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મત્સ્ય ઉધોગ કમિશ્નરની કચેરીમાં રૂબરૂ મળીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. સાથોસાથ સચિવ, ફિશરીઝને પણ તાકીદે કરીને અતિવૃષ્ટિને લીધે માછીમારોને થયેલ નુકશાની ભરપાઈ કરવા તાકીદે જરૂરી રોકડ સહાય અથવા તો નવી નેટ ઉપલબ્ધ કરાવી માછીમારી વ્યવસાયને પૂર્વવત રાખવા માછીમારોના વિશાળ હિતમાં ગાંધીનગર સચિવાલય કક્ષાએ ધારાસભ્યએ નાના માણસોને ઉપયોગી થવાની ભાવનાથી ભારપૂર્વક રજૂઆત કરીને આ પ્રશ્ન ઉકેલવા માંગણી કરી છે. 

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..