Back

માળીયા મી તાલુકાના બગસરા ગામના લોકોને રાશનકાર્ડમાં અનાજ નો જથ્થો પૂરો આપવા માંગ

માળીયા મી ના બગસરા ગામના લોકોને રાશનકાર્ડ નું અનાજ લેવા લક્ષ્મીવાસ ગામે જવું પડે છે. અને માત્ર મહિનાના ચાર રવિવાર જ દુકાન ખૂલી રહે છે. અને રવિવારે જ વિતરણ કરવામાં આવે છે. સુપ્રીમકોર્ટ ના આદેશ મુજબ ૨૬ દિવસ દુકાન ખૂલી રહેવી જોઈએ અને વિતરણ પણ થવું જોઈએ.

કાર્ડમાં છેલ્લા ચાર મહિનાથી માત્ર ૧૦ કિલો ઘઉંના ૧૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. અને ૩ લોકો ચોખા આપવામાં આવે છે. અને તે પણ કાળાબજાર ના ભાવથી અને વર્તન પણ ખરાબ કરવામાં આવે છે. તોછડાઈ ભર્યું વર્તન કરે છે. કાર્ડ ધારકો તા.૨૦/૧૦/૧૯ ના રોજ લક્ષ્મીવાસ ગામે અનાજનો જથ્થો લેવા માટે ગયા હતા પણ અનાજ આપેલ નથી. અને ડિલરે એવું જણાવેલ કે, ૧૦ કિલો ઘઉં જોતાં હોય તો લય જાવ કાર્ડ ધારકોએ અનાજ ના જથ્થો આપવો જોય તો પૂરો આપો નકર નથી જોતો.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ નું ઉલંઘન કરેલ છે. આ ડીલર સામે અન્ન સુરક્ષા ધારાના નિયમના ઉલંઘન કરેલ છે. તેની સામે કાયદાકીય પ્રક્રિયા કરી તેની સામે પગલાં લેવા બગસરા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા માળીયા મિયાણા ના મામલતદાર ને રજૂઆત કરી છે.

 

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..