Back

શ્રી ચાંચાવદરડા પ્રાથમિક શાળા માં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરાય

શ્રી ચાંચાવદરડા પ્રાથમિક શાળા માં મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ ની ધામધૂમથી ઉજવણી.....


માળીયા (મી.) તાલુકાની શ્રી ચાંચાવદરડા પ્રાથમિક શાળામાં 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજી ની જન્મજયંતિ ની શાળાના આચાર્ય અશ્વિનભાઈ પટેલ ,શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ ની શરૂઆત ગાંધીજી ની પ્રિય પ્રાર્થના *"વૈષ્ણવ જન તો તેને કહીયે.."* ના સમૂહ ગાન થી કરવામાં આવી હતી. ગાંધીજી ના જીવન પર આધારિત નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. *"સ્વચ્છ ભારત"* , *"સ્વસ્થ ભારત"* અને *"પ્લાસ્ટિક મુક્ત ભારત"* અન્વયે ચિત્ર સ્પર્ધા અને સફાઈ ની કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.શાળાના વિજ્ઞાન શિક્ષક બળદેવભાઈ વિલપરા દ્વારા પ્લાસ્ટિક ના ઉપયોગ દ્વારા થતા પ્રદુષણ અને એની થતી માનવજીવન પરની અસરો વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ ના અંતમાં શાળાના શિક્ષક દુષ્યંત ભાઈ મારવણીયા અને  કાળુસિંહ પરમાર દ્વારા *"પ્લાસ્ટિક મુક્ત ભારત "* ના સંકલ્પ લેવડાવ્યા હતા.

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..