Back

ખેલ મહાકુંભમાં મોડેલ સ્કૂલ-મોટી બરારના વિદ્યાર્થીઓનો દબદબો

મોરબી જિલ્લામાં માળીયા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ -2019ની ચેસ અને યોગાસનની સ્પર્ધા તા. 08/09/2019ના રોજ મોડલ સ્કુલ - મોટી બરાર ખાતે યોજાઈ હતી. જેમાં ચેસ અંડર 17 ભાઈઓમાં પ્રથમ નંબર સાવન મકવાણા, ચેસ અંડર 17 બહેનોમાં પ્રથમ નંબર સોનલ ઝાલા, દ્વિતિય નંબર ગાયત્રી સિસણાદા, તૃતીય નંબર નર્મદા ઝાલા, અંડર 17 યોગાસન બહેનો પ્રથમ નંબર છાયા જાદવ, ઓપન એઇજ યોગાસન બહેનો પ્રથમ નંબર મનીષા રેશિયા અને તા. 11/09/2019ના રોજ સાર્વજનિક હાઇસ્કુલ- ખાખરેચી ખાતે એથ્લેટીક્સ ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર 17 100મી દોડ બહેનોમાં પ્રથમ નંબર ગુડ્ડી સવસેટા, દ્વિતિય નંબર રવીના મીઠાપરા, અંડર 17 ભાઈઓમાં 100મી દોડમાં પ્રથમ નંબર સચિન ડાંગર, દ્વિતિય નંબર સંજય પાટડીયા, ઓપન એઇજ 100મી દોડ બહેનોમાં પ્રથમ નંબર ભાવના રેશિયા, ઓપન એઇજ 100મી દોડ ભાઈઓ દ્વિતીય દેવા રાવા, અંડર 17 લાંબી કૂદ ભાઈઓ દ્વિતિય કિશન બકુત્રા, અંડર 17 લાંબી કૂદ બહેનો, પ્રથમ નંબર મંજુલા ઝાલા, દ્વિતિય નંબર જ્યોતિ સોલંકી, અંડર 17 ગોળા ફેંક  ભાઈઓ, દ્વિતીય નંબર ઉદય ડાંગર, અંડર 17 ગોળાફેંક બહેનો પ્રથમ નંબર નિશા ગોગરા પ્રાપ્ત કરેલ છે.

જુદી જુદી સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શિક્ષકોને શાળાના આચાર્ય બી.એન.વિડજા એ અભિનંદન આપ્યા હતા અને વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધે તેવી શુભેચ્છા આપી હતી.

 

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..