Back

ગામના સુંદર વિકાસ માટે સરપંચો ને સન્માનિત કરાયા

માળીયા મિયાણા તાલુકાના સરપંચ એસોસીએશન દ્વારા સરવળ સતેશ્વર હનુમાન મંદીર ખાતે ગામના સુંદર વિકાસ માટે સરપંચો ને સન્માનિત કરાયા.

આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા તથા હોદ્દેદારોની  ટિમ દ્વારા કરવામાં આવેલ. ગામના સુંદર વિકાસ માટે સરપંચોને સારી કામગીરી કરવા બદલ સિલ્ડ તથા સન્માન પત્ર થી સન્માનીત કરવામા આવ્યા જેમાં પ્રથમ નંબરે ખાખરેચી બીજા નંબર દેરાળા અને ત્રીજા નંબર પર જાજાસર ગામ આવેલ આ ત્રણેય ને સિલ્ડ આપી સન્માનીત કરાયા છે. અને અન્યોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા. આ પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજીક ન્યાય સમીતી ચેરમેન, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર, ટી.ડી.ઓ., મોરબી માળીયા ના ધારાસભ્ય વગેરે એ હાજરી આપી સન્માનીત કર્યા હતા.

સરપંચ અેસોસીએશન ના પ્રમુખ કુલદીપસિહે જણાવ્યુ હતુ કે આવા કાયૅક્રમો થી સરપંચો ની કામગીરી કરવામા ઉત્સાહ વધે છે અને બીજા લોકોને પણ પ્રેરણા મળે છે.

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..