Back

ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યા..

પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓ નવઘણ લાકડીયા ઉ. વ.૨૫ રહે.ચરવાડા પાવર પાસે, દિવશી ગોવારિયા ઉ. વ.૨૫ રહે. મોરબી, દેવકરણ લાકડીયા ઉ.વ.૨૨ રહે. મોરબીની ચોરીના ગુના બદલ ધરપકડ કરી હતી.

આરોપીઓએ ફરિયાદીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ.૩૫૦૦ સેરવી લઇ ચોરી કરી નાસી ગયેલ જે આરોપીઓન માળીયા-હળવદ રોડ ઉપર રાપર ગામના પાટિયા પાસેથી રીક્ષા નં. GJ-૩૬-U-૫૫૨૨ કિં. રૂ.૭૫૦૦૦ તથા ચોરી કરેલ રોકડ રૂ.૩૫૦૦ આરોપીઓ પાસેથી કબ્જે કરી તેઓની અટક કરી માળીયા મિયાણા પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..