Back

દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ . સી . બી .




 મોરબી પેરોલ ફર્લો સ્કવોડના પો . કોન્સ . જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશન પ્રોહી . ગુ . ર . નં . ૫૦૨૪ ( ૨૦૧૯ પ્રોહી . કલમ ક . ૬૫ એ ઇ , ૧૧૬ બી , ૮૧ , ૯૮ ( ૨ ) તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી . ગુર . નં . ૧૨૧૨૦૧૯ પ્રોહી . કલમ ૬૫ એ ઇ , ૧૧૬ બી , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબના ગુન્હાઓમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ભરતભાઇ ભાલભાઇ મેવાડા રહે . સોલડી તા . ધ્રાંગધ્રા જી . સુરેન્દ્રનગર વાળાને સોલડી ગામથી હળવદ ખાતે લાવી અટક કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પો . સ્ટે . ને સોંપેલ છે . આમ , મોરબી એલ . સી . બી . / પેરોલ ફર્લો સ્ક્વોડને હળવદ તથા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ : -  વી . બી . જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . મોરબી તથા પો . હેડ કોન્સ વિક્રમસિંહ બોરાણા , પો . કોન્સ . જયેશભાઇ વાઘેલા , બ્રિજેશભાઇ કાસુન્દ્રા , યોગેશદાન ગઢવી , સિધ્ધરાજભાઇ લોખિલ તથા ભગીરથભાઇ લોખિલ દ્વારા કરેલ છે .


અહેવાલ : મયંક દેવમુરારી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..