Back

મોરબીમાં મોરારીબાપુના સમર્થનમાં બાપુ પ્રેમીઓએ કલેકટરને રજૂઆત કરી.

મોરારીબાપુ તા.૧૮-૬-૨૦ ના રોજ દ્વારકા ભગવાન શ્રી ક્રુષ્ણ ના દર્શન કરવા ગયેલ, ત્યાં અચાનક દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભાએ બાપુ ઉપર ધસી આવી હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો છે. તે અત્યંત નિંદનીય અને અસભ્ય વ્યવહારને કારણે ગુજરાતમાં ભારે રોષ અને વ્યથા ઊભી થઈ છે.

ત્યારે મોરબી જિલ્લાના બાપુ પ્રેમીઓની લાગણી દુભાણી છે. આ કૃત્ય માટે પબુભા પર કાયદેસરની કાર્યવાહી થાય અને વ્યાપક પ્રજા સમુદાયને ન્યાય મળે તેવા પગલાં સરકાર તત્કાલ ઉઠાવે તેવી મોરબી જિલ્લાના બાપુ પ્રેમીઓએ કલેકટરને રજૂઆત કરતાં માંગણી કરી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..