Back

કિસાન સુ્ર્યોદય યોજના થી મોરબી તાલુકાનાં ૪૭ ગામોને લાભ મળશે

ગુજરાત સરકાર દ્વારા કિસાન સુ્ર્યોદય યોજનાહેઠળ ખેડુતો ને દિવસે વીજળી આપવાનો મહત્વ પુર્ણ ખેડુત લક્ષી નિર્ણય કરવામા આવેલ છે

મોરબી જીલ્લા ના મોરબી તાલુકા મા પ્રારંભિક તબક્કા ( ફેઝ-1) મા 47 ગામો ના ખેડુતો ને કિસાન સૂર્યોદય યોજના નો લાભ મળવાનો છે ત્યારે ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ ના વરદ હસ્તે તેમજ સાસંદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઇ ચાવડા તેમજ  મોરબી માળીયા ના ઘારા સભ્ય બ્રિજેશભાઇ મેરજા અને જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તેમજ પુર્વ ધારાસભ્ય તેમજ મોરબી જીલ્લા ભાજપ અને મોરબી તાલુકા ભાજપ ના હોદેદારો ની ઉપસ્થિતી મા કિસાન સુર્યોદય યોજના નો ઉદધાટન કાર્યક્રમ મોરબી તાલુકા ના ધુંટું ગામે યોજાશે

આ ઉદધાટન કાર્યક્રમ તારીખ: ૧૬-૧-૨૦૨૧ ,શનિવાર સમય: સવારે 9:00 વાગે  છબીબેન નરભેરામભાઇ ધોરીયાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, હરીનગર ની બાજુ મા મુ: ધુંટુ ખાતે યોજાશે મોરબી તાલુકા અને જીલ્લા ભાજપ ના તમામ હોદેદારો, તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત સીટ ના સભ્યો -ઇન્ચાર્જ ઓ , સક્રિય કાર્યકર્તા ઓ, ખેડુતભાઇઓ એ પધારવા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તેમજ તાલુકા ભાજપ ટીમ તરફથી આમંત્રણ આપવામા આવ્યું છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..